મહેસાણા તાલુકાના પૂર્વ ઇન્ચાર્જ ટીડીઓ વિરુધ્ધ વિકાસ કમિશનરમાં ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાાલુકાના પૂર્વ ટીડીઓ દિલીપ પટેલ વિરુદ્ધ તાલુકા સદસ્ય સહિતનાએ કેટલાક મુદ્દા સાથે રજૂઆત કરી હતી. જેને લઇ વિકાસ કમિશનર દ્વારા મહેસાણા ડીડીઓને તપાસ કરવા આદેશ થયા છે. આ તરફ ડીડીઓ દ્વારા તાત્કાલીક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. દિલીપ પટેલ રજા ઉપર ગયા બાદ તપાસ બે કક્ષાએથી શરૂ થઈ છે. મહેસાણા
 
મહેસાણા તાલુકાના પૂર્વ ઇન્ચાર્જ ટીડીઓ વિરુધ્ધ વિકાસ કમિશનરમાં ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાાલુકાના પૂર્વ ટીડીઓ દિલીપ પટેલ વિરુદ્ધ તાલુકા સદસ્ય સહિતનાએ કેટલાક મુદ્દા સાથે રજૂઆત કરી હતી. જેને લઇ વિકાસ કમિશનર દ્વારા મહેસાણા ડીડીઓને તપાસ કરવા આદેશ થયા છે. આ તરફ ડીડીઓ દ્વારા તાત્કાલીક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. દિલીપ પટેલ રજા ઉપર ગયા બાદ તપાસ બે કક્ષાએથી શરૂ થઈ છે.

મહેસાણા જિલ્લા પંચાયત અને તાલુકામાં રાજકીય અને વહીવટી ટકરાવ અલગ-અલગ વિષયો સાથે સામે આવે છે‌. આ સંદર્ભમાં મહેસાણા તાલુકા પંચાયતના પૂર્વ ઇન્ચાર્જ વિકાસ અધિકારી દિલીપ પટેલ અને રાજકીય સદસ્યો વચ્ચે ઠંડું યુદ્ધ ચાલતું હતું. આ દરમિયાન ઉપ-પ્રમુખ સહિતનાએ વિકાસ કમિશનરમાં કેટલાક ગંભીર મુદ્દાઓ સાથે ફરિયાદ કરી બઢતી રોકવા અને તે સંબંધીત લાભો અટકાવવા માંગ કરી હતી.

સુત્રોએ જણાવ્યું હતુ કે રાજકીય દબાણ અને ગંભીર વહીવટી મુદ્દાઓ ધ્યાને લઇ વિકાસ કમિશનરે મહેસાણા ડીડીઓને તપાસ કરવા આદેશ કર્યા હતા. જેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલીક અસરથી દિલીપ પટેલની બદલી જિલ્લા પંચાયતમાં કરી તપાસ નાયબ ડીડીઓને આપી દીધી છે. આ તરફ સામાજિક સહિતના કારણોથી દિલીપ પટેલ રજા પર ઉતરી ગયા છે. જ્યારે નાયબ ડીડીઓ દ્વારા રજૂઆતમાં દર્શાવેલ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે.આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માં પણ મહેસાણા તાલુકામા શૌચાલય કૌભાંડ થયાની ફરિયાદ આવતા તપાસ શરૂ કરવામાં આવી છે.

અલગ-અલગ વિષયો સાથે તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ તપાસ શરૂ થતા રાજકીય ગરમાવો વધી ગયો છે. દિલિપ પટેલે પણ રાજકીય નેતાઓ સામે લડવાની તૈયારી કરી હોય તેમ ટૂંક સમયમાં બધી વિગતો સાથે આવવાનું જણાવ્યું હતું.

આ મુદ્દાની રજૂઆત થઈ છે

1,જિલ્લા પંચાયતની બેન્કમાંથી ઉચાપત

2, ઈનચાર્જ ટીડીઓ તરીકેની ફરજમાં બેદરકારી

3, શૌચાલય કૌભાંડમાં ભૂમિકા

4,વહીવટીમાં વહાલા-દવલાની નીતિ