ફરીયાદ@અમીરગઢ: ખેડૂતની જમીનમાં ગેરકાયદેસર કબજો કર્યો, ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ અમીરગઢ તાલુકાના ગામે ખેડૂતની જમીન પણ ગેરકાયદેસર કબજો કરવાની ઘટના સામે આવી છે. પંથકના ખેડૂતની વડીલોપાર્જીત જમીનમાં ગામના જ ઇસમે ગેરકાયદેસર કબજો કર્યો હતો. આ તરફ ખેડૂત જમીન માપણી માટે જતાં ઇસમે હવે પછી જમીનમાં પગ મુક્યો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે મામલે ખેડૂતે કલેક્ટરમાં અરજી કર્યા
 
ફરીયાદ@અમીરગઢ: ખેડૂતની જમીનમાં ગેરકાયદેસર કબજો કર્યો, ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ

અમીરગઢ તાલુકાના ગામે ખેડૂતની જમીન પણ ગેરકાયદેસર કબજો કરવાની ઘટના સામે આવી છે. પંથકના ખેડૂતની વડીલોપાર્જીત જમીનમાં ગામના જ ઇસમે ગેરકાયદેસર કબજો કર્યો હતો. આ તરફ ખેડૂત જમીન માપણી માટે જતાં ઇસમે હવે પછી જમીનમાં પગ મુક્યો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે મામલે ખેડૂતે કલેક્ટરમાં અરજી કર્યા બાદ કલેક્ટરના પત્ર બાદ ઇસમ સામે ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે ખેડૂતની જમીનમાં ગામના જ ઇસમે ગેરકાયદેસર કબજો કર્યાની ઘટના સામે આવી છે. ગામના મંછાજી રૂપાજી કુંભાર(પ્રજાપતિ)ના નામે રેવન્યું સર્વે નં.428 વાળી કબજા ભોગવટાની જમીન છે. જેમાં સીધી લીટીના ખેડૂત વારસદાર હોઇ તે પૈકીની 88 ગુંઠાવાળી જમીનનો ગેરકાયદેસર રીતે કબજો અહેમદખાન તાલેબખાન મુસલમાન સિન્ધી પાસે હોઇ તેના વિરૂધ્ધમાં કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

ફરીયાદ@અમીરગઢ: ખેડૂતની જમીનમાં ગેરકાયદેસર કબજો કર્યો, ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

આ દરમ્યાન તા.24-11-2014ના દિવસે ખેડૂત પોતાના ખેતરમાં માપણી કરવા જતાં અહેમદખાને માથાકૂટ કરી હતી. આ સાથે આ જમીન મારી છે જેથી તમોએ અહીં પગ મુક્યો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જે બાદમાં 1 ફેબ્રુઆરી 2021ના રોજ ખેડૂતે કલેક્ટરમાં રજૂઆત કરતાં 22 માર્ચના પત્ર અનુસાર ખેડૂતે ઇસમ સામે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મુજબ ફરીયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે અમીરગઢ પોલીસે ઇસમ સામે આઇપીસી 447, 506(2) અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદોની કલમ 4(3) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.