ફરીયાદ@ડીસા: ખેડૂતની જમીન પચાવી પાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી, 4 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ,પાલનપુર ડીસા તાલુકાના ગામે ખેડૂતની જમીન પચાવી પાડનારા ઇસમો સામે નવા કાયદા મુજબ ગુનો દાખલ થયો છે. પંથકના ખેડૂતની જમીનમાં ગામના જ ચાર ઇસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરી કબજો કરી લીધો હતો. જે બાદમાં ખેડૂત કહેવા જતાં તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ખેડૂતે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ
 
ફરીયાદ@ડીસા: ખેડૂતની જમીન પચાવી પાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી, 4 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ,પાલનપુર

ડીસા તાલુકાના ગામે ખેડૂતની જમીન પચાવી પાડનારા ઇસમો સામે નવા કાયદા મુજબ ગુનો દાખલ થયો છે. પંથકના ખેડૂતની જમીનમાં ગામના જ ચાર ઇસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરી કબજો કરી લીધો હતો. જે બાદમાં ખેડૂત કહેવા જતાં તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ખેડૂતે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ મુજબ કલેક્ટરમાં અરજી કર્યા બાદ કલેક્ટરના હુકમને લઇ ઇસમો સામે ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના બલોચપુરા ભદ્રામલી ગામના ખેડૂતની જમીનમાં ગેરકાયદેસર કબજો કરનાર ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ભદ્રામલી ગામે સર્વે નં.46 વાળી ખેતીની જમીન તાજખાન મીરખાન બલોચ, અમરાભાઇ, જુમ્મેખાન અને રહીમાબેન મીરખાન બલોચના સંયુક્ત નામે ચાલે છે. જોકે ગામના નિમરેખાન લાલાખાન બલોચ, ભીખખાન નીમરેખાન બલોચ, મીરાનખાન મહંમદખાન બલોચ અને અહેમદખાન મેવેદખાન બલોચે જમીનમાં કબજો કર્યો હતો. જેથી તાજખાન સમજાવવા જતાં ઇસમોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ દરમ્યાન ખેડૂતે સમગ્ર મામલે બનાસકાંઠા કલેક્ટરને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ મુજબ અરજી કરી હતી. જે મામલે નિવાસી અધિક કલેક્ટર બનાસકાંઠાનો ફરીયાદ કરવા અધિકૃત કરતો પત્ર મળતાં ખેડૂતે ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ડીસા રૂરલ પોલીસે ચારેય ઇસમો સામે આઇપીસી 506(2) અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમ 4(3), 5(a), 5(b), 5(c), 5(d) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.