ફરીયાદ@લાખણી: પરીણિતાને માર મારી દહેજ માંગતાં પતિ, સાસુ-સસરા વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, લાખણી લાખણી તાલુકાની પરીણિતાએ તેના પતિ અને સાસુ-સસરા સામે દહેજની માંગની કરી માર માર્યાની ફરીયાદ નોંધાવી છે. પંથકની યુવતીના લગ્ન નવેક વર્ષ ગાઉ લાખણી તાલુકાના માંણકી ખાતે થયા બાદ સાસરીયાઓ પ્રથમ સારૂ રાખતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી પતિ શક-વહેમ કરીને માર મારતો હતો. આ સાથે પરીણિતાના સાસુ-સસરા અને પતિ દહેજની
 
ફરીયાદ@લાખણી: પરીણિતાને માર મારી દહેજ માંગતાં પતિ, સાસુ-સસરા વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, લાખણી

લાખણી તાલુકાની પરીણિતાએ તેના પતિ અને સાસુ-સસરા સામે દહેજની માંગની કરી માર માર્યાની ફરીયાદ નોંધાવી છે. પંથકની યુવતીના લગ્ન નવેક વર્ષ ગાઉ લાખણી તાલુકાના માંણકી ખાતે થયા બાદ સાસરીયાઓ પ્રથમ સારૂ રાખતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી પતિ શક-વહેમ કરીને માર મારતો હતો. આ સાથે પરીણિતાના સાસુ-સસરા અને પતિ દહેજની માંગ કરી અવાર-નવાર શારીરીક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા. જેથી પરીણિતાને પિયરમાં જઇને રહેવુ પડ્યુ હતું. સમગ્ર મામલે પરીણિતાએ કુલ 3 વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના એક ગામની પરણીતાએ તેના પતિ અને સાસુ-સસરા સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પંથકની યુવતિના લગ્ન માંણકી ગામે રહેતા પ્રવિણજી ખુમાજી ઠાકોર સાથે થયા હતા. જે બાદ લગ્નજીવન દરમ્યાન બે બાળક થયા હતા. આ તરફ પરીણિતાનો પતિ તેના પર શક-વહેમ રાખી અવાર-નવાર મારઝુડ કરતો હતો. જોકે મહિલાની સાસુ રીમાબેન અને સસરા ખુમાજી બધા ભેગા મળી મહિલાને શારીરીક અને માનસિક ત્રાસ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી પરીણિતાને 3 મે 2021ના રોજ સાસરીયાના ત્રાસથી તેના પિયરમાં જવું પડ્યુ હતું.

સુત્રોએ જણાવ્યું હતુ કે, પરણીતાએ તેના પતિ અને સાસુ-સસરા સામે દહેજ માંગણીની ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. પરીણિતાનો પતિ અવાર-નવાર તેને માર મારતો અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું ફરીયાદમાં લખાવ્યું છે. આ સાથે પરીણિતાના ભાઇ અને પિતાએ તેની સાસરીમાં જઇ પરણીતાના પતિને સમજાવ્યા હતા પરંતુ પરીણિતાનો પતિ ન માનતા સમગ્ર મામલે કુલ 3 વ્યક્તિઓના નામજોગ આગથળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય સામે આઇપીસી 498A, 323, 294 (b), 506(2), 114 અને દહેજ પ્રતિબંધ અધિનિયમ કલમ 3, 4 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.