File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોનાકાળ વચ્ચે વાહનચેકિંગમાં રહેલ પાટણ પોલીસની ટીમની ફરજમાં રૂકાવટ અને ગર્ભિત ધમકી આપવાના મુદ્દે ઇસમ સામે ગુનો નોંધાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ગઇકાલે સાંજના સમયે પોલીસની ટીમ વાહનચેકિંગમાં હોઇ એક એક્ટિવાચાલકને રોકવા ઇશારો કર્યો હતો. જોકે ચાલકે એક્ટિવા પુરઝડપે ચલાવીને ત્યાંથી નાસી જતાં પોલીસે પણ તેનો પીછો કર્યો હતો. જે બાદમાં તેને ઝડપી પાડી સાધનિક કાગળો માંગતાં ઇસમે ગાળાગાળી અને હાથચાલાકી કરી પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જે બાદમાં પોલીસને હાની પહોંચાડવાની ગર્ભિત ધમકી આપી હોઇ PSIએ ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લા પોલીસવડાના આદેશાનુસાર પાટણ B ડીવીઝન પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી. આ દરમ્યાન ગઇકાલે સાંજે PSI વી.એસ.પટેલ સહિતનાએ નવજીવન સર્કલ પાસે એક એક્ટિવાચાલકને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ચાલકે એક્ટિવા ભગાડી મુકતાં પોલીસે પણ તેનો પીછો કર્યો હતો. જે બાદમાં બી.એમ.હાઇસ્કુલના જમ્પ આગળ તેને રોકી એક્ટિવાના દસ્તાવેજી પુરાવા માંગતાં પોતાની પાસે નહીં હોવાનું કહી ગાળાગાળી કરી હતી. જે બાદમાં મેમો ભરવાની પ્રોસેસ વચ્ચે મિતુલ શંકરભાઇ પટેલ પોલીસ સાથે હાથચાલાકી કરવા લાગ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇસમે PSIને કહેલ કે, હું અઘારનો પટેલ છું તમને જોઇ લઇશ, હું કોઇ મેમો નહીં ભરવા. તેવું કહી ઇસમ પોલીસની પાસે આવતો હોઇ કર્મચારીઓએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા કહ્યુ હતુ. જોકે ઇસમે પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરી, ગર્ભિત ધમકી આપી હોઇ તેને પોલીસ સ્ટેશન લઇ જઇ કાર્યવાહી કરાઇ હતી. PSI પટેલે આરોપી મિતુલ પટેલ સામે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે આઇપીસી 189, 269, 332, 294(b) અને મોટર વાહન અધિનિયમની કલમ 179, 181, 183 મુજબ ગુનો નોંધાવતાં વધુ તપાસ શરૂ કરાઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code