આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા, પાલનપુર

બનાસકાંઠા જીલ્લા પંચાયતના કર્મચારી આલમમાં અજીબોગરીબ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. વર્ષ 2014થી 2018 દરમ્યાન બઢતી મેળવેલા જુનિયર કારકુન વર્ષ 2019માં પણ પોસ્ટીંગ મેળવી શકયા નથી. સિનિયર કારકુનની જગ્યા ખાલી હોવા છતાં પોસ્ટીંગ રોકવામાં આવતા સત્તાધીશો અને કર્મચારીઓ વચ્ચે મલાઇદાર જગ્યાને લઇ બરોબરનો તાલમેલ હોવાની આશંકા છે.

બનાસકાંઠા જીલ્લા પંચાયતે વર્ષ 2014, 2015, 2017 અને 2018માં 35થી વધુ જુનિયર કારકુનને શરતોને આધિન સિનિયર કારકુન તરીકે બઢતી આપી હતી. બઢતી પૈકીના 15 કર્મચારીઓ હજુ પણ અગાઉનું જુનિયર કારકુન તરીકેનું જે તે ટેબલ સંભાળી રહ્યા છે. આવી સ્થિતિમાં તબકકાવાર ચાર વર્ષમાં પ્રમોશન છતાં પોસ્ટિંગ અપાયુ નથી. જેનાથી સિનિયર કારકુનની જગ્યાઓ ચાર્જમાં ચલાવવામાં આવી રહી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 15 જુનિયર કારકુન નામ પુરતા સિનિયર કારકુન બન્યા પરંતુ કાગળ ઉપર પોસ્ટિંગ ન હોવાથી નારાજ કેમ નથી ? આ સાથે 15 જુનિયર કારકુનની રજૂઆત કેમ નથી ? પોસ્ટિંગ રોકવાનું કારણ શું ? જુનિયર કારકુનનું જે તે ટેબલ મલાઇદાર હોવાથી છુટતું નથી કે છોડાવવામાં આવતુ નથી ? સિનિયર કારકુનનું મહેકમ ખાલી છતાં પોસ્ટિંગ આપી કેમ ન ભર્યુ ?

આ તમામ પ્રકારના સવાલો છેલ્લા કેટલાય વર્ષથી દબાઇ ગયા હોવાનું સામે આવ્યુ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોસ્ટિંગને મામલે જુનિયર કારકુન અને સત્તાધીશો વચ્ચે જબરજસ્ત તાલમેલ બેસી જવા સામે સવાલો, આશંકાઓ અને આક્ષેપો ઉભા થયા છે. અગાઉનું મલાઇદાર ટેબલ વહીવટી કે નાણાંકીય આશયથી પકડી રાખી પોસ્ટિંગ અધ્ધરતાલ કર્યુ હોવાનું પણ માનવામાં આવી રહ્યુ છે.

હકીકતે નામજોગ 15 જુનિયર કારકુન સિવાય વધુ કર્મચારીઓ સ્વયંની લાલસાથી પોસ્ટિંગ મેળવવા ઇચ્છતા નથી કે સત્તાધિકારી સાથે સાંઠગાંઠ રાખી બઢતી મેળવતા નથી તેવા સવાલો જીલ્લા પંચાયત માટે ગંભીર બન્યા છે.

મલાઇદાર જગ્યા પરના કર્મચારીઓ

વર્ષ: 2014માં બઢતી (સિ.કા.માં)

(1) પી.ડી.દરજી (જુ.કા. મહેસુલ શાખા)
(2) એસ.એમ.મેઠા (જુ.કા. ડીઆરડીએ)
(3) એસ.પી. મહેતા (જુ.કા. શિક્ષણ શાખા)
(4) આર.કે.પટેલ (જુ.કા. હિસાબી શાખા)

વર્ષ: 2015માં બઢતી (સિ.કા.માં)

(1) જે.એસ.ત્રિવેદી (જુ.કા. આઇસીડીએસ,ડીસા)
(2) વી.આર.સૈની (જુ.કા. ખેતીવાડી શાખા)
(3) જે.આર.આચાર્ય (જુ.કા. સિંચાઇ શાખા)
(4) એમ.એચ.બાવા(જુ.કા. આઇસીડીએસ,દાંતા)

વર્ષ: 2017માં બઢતી (સિ.કા.માં)

(1) જી.આર.ટાકરવાડીયા (જુ.કા. શિક્ષણ શાખા)
(2) પી.યુ.ભાટીયા (જુ.કા. દાંતા)
(3) એ.એચ.હડીયોલ (જુ.કા. ખેતીવાડી શાખા )

વર્ષ: 2018માં બઢતી (સિ.કા.માં)

(1) ટી.જી.કુણીયા (જુ.કા. શિક્ષણ શાખા)
(2) એસ.આર. ખરસાણ (જુ.કા.આઈસીડીએસ, દાંતીવાડા)
(3) એચ.બી. પઢીયાર (જુ.કા. દબાણ શાખા જિ.પં.)
(4) વી.ડી. વ્યાસ (સિ.કા. બાંધકામ માર્ગ-મકાનમાંથી નાયબ ચીટનીશ તરીકે બઢતી છતાં પોસ્ટિંગ નહી)

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code