ચિંતા@અમદાવાદઃ હોટસ્પોટ વિસ્તારો સિવાય પણ દર્દીઓનો રાફડો ફાટ્યો

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોની બહાર પણ કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં હોટસ્પોટ વિસ્તારમાં કેસ ઘટ્યા તો છે, પણ શહેરના અન્ય ભાગોમાં કોરોનાના કેસો વધ્યા છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. અગાઉ 70% કેસો હોટસ્પોટ વિસ્તારોમાંથી જોવા મળતા હતા, જે હવે લગભગ ઘટીને 40% થયા
 
ચિંતા@અમદાવાદઃ હોટસ્પોટ વિસ્તારો સિવાય પણ દર્દીઓનો રાફડો ફાટ્યો

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોની બહાર પણ કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં હોટસ્પોટ વિસ્તારમાં કેસ ઘટ્યા તો છે, પણ શહેરના અન્ય ભાગોમાં કોરોનાના કેસો વધ્યા છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. અગાઉ 70% કેસો હોટસ્પોટ વિસ્તારોમાંથી જોવા મળતા હતા, જે હવે લગભગ ઘટીને 40% થયા છે. 25 તારીખે 51 ટકા કેસ હોટસ્પોટ બહારના વિસ્તારોમાંથી આવ્યા હતા. 27મી એપ્રિલે 197 કેસ નોંધાયા હતા, જેમાંથી 156 કેસો હોટસ્પોટની બહારના વિસ્તારમાં હતા. જેની ટકાવારી 80% થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છેલ્લા કેટલાક સમયમાં અમદાવાદના શહેરના ચાલી વિસ્તારોમાંથી એકસાથે અનેક કેસો નોંધાઇ રહ્યા છે. જે ચોંકાવનારી બાબત કહી સકાય. જોકે શહેરના હોટસ્પોટ વિસ્તાર દરિયાપુર, જમાલપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, શાહપુર, કાલુપુરમાં કેસો ઘટવા સારી બાબત છે. પરંતુ હાલની સ્થિતિ જોતા આ લાપરવાહી મોટું જોખમ બની શકે છે.

ગુજરાતમાં અમદાવાદ શહેર જ એકમાત્ર એવુ છે જ્યાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ મામલે મ્યુનસિપિલ કમિશનર વિજય નહેરાએ પણ લોકોને ચેતવ્યા હતા. તેમણે અમદાવાદમાં કોરોનાના કેસ 8 લાખ સુધી જઈ શકે છે તેવું જણાવ્યું હતું. ત્યારે હવે આંકડા પર નજર કરીએ તો એક જ અઠવાડિયામાં અમદાવાદમાં નવા કેસમાં ઉછાળો આવ્યો છે. સાથે જ નવા વિસ્તારોમાં પણ કોરોના પહોંચી ચૂક્યો છે.

21 એપ્રિલ- 125
22 એપ્રિલ – 128
23 એપ્રિલ- 151
24 એપ્રિલ-169
25 એપ્રિલ-182
26 એપ્રિલ-178
27 એપ્રિલ-197

અમદાવાદના મોટાભાગના કેસ રેડ ઝોન વિસ્તારમાં છે. પરંતુ હવે તો રેડ ઝોન બહાર પણ કેસ વધી રહ્યાં છે. હોટસ્પોટ સિવાયના પરટીક્યુલર બંચમાં કેસ નથી આવ્યા. પરંતુ ગઈકાલે અસારવાના એક જ વિસ્તારમાંથી 25 કેસ આવ્યા છે. મેમનગર એક જ વિસ્તારમાંથી 13 કેસ નોંધાયા હોવાનુ સામે આવ્યું છે. તો નારણપુરા વિસ્તારમાંથી અનેક કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ છૂટાછવાયા કેસ સામે આવી રહ્યાં છે.

અમદાવાદના હોટસ્પોદ વિસ્તારોની વાત કરીએ તો કાલુપુર, દરિયાપુર જેવા કોટ વિસ્તારો ઉપરાંત જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા વગેરે વિસ્તારો ઉપરાંત હવે તો માણેકચોકની અમુક પોળોમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. આ કારણે આ વિસ્તારો હવે રેડમાં પણ રેડેસ્ટ એટલે કે સૌથી જોખમી ઝોનમાં આવી ગયા છે.