ચિંતા@અમદાવાદ: સાબરમતી નદી, કાંકરીયા અને ચંડોળા તળાવમાં મળ્યો કોરોના વાયરસ, જુઓ રીપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેશભરમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના વધુ કેસોમાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં દેશનાં અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચૂકી છે. પરંતુ હવે પાણીમાં પણ કોરોના વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના
 
ચિંતા@અમદાવાદ: સાબરમતી નદી, કાંકરીયા અને ચંડોળા તળાવમાં મળ્યો કોરોના વાયરસ, જુઓ રીપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશભરમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના વધુ કેસોમાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં દેશનાં અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચૂકી છે. પરંતુ હવે પાણીમાં પણ કોરોના વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળ્યા છે. ત્રણેય પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તમામ સેમ્પલ્સ સંક્રમિત જણાયાં છે. ચાર મહિનામાં 16 જેટલાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાં 5 જેટલાં સેમ્પલ પોઝિટિવ જણાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ સાથે મળીને આ અભ્યાસ કર્યો હતો. એમાં નવી દિલ્હી ખાતે આવેલી જેએનયુની સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટલ સાયન્સીઝના સંશોધકોનો પણ સમાવેશ થાય છે. આસામના ગુવાહાટી ક્ષેત્રમાં નદીઓની તપાસ કરી તો ત્યાં પણ ભારૂ નદીમાંથી લેવામાં આવેલું એક સેમ્પલ કોરોના સંક્રમિત આવ્યું છે. સુએજ સેમ્પલ લઈને કરવામાં આવેલી તપાસ દરમિયાન કોરોના વાયરસની ઉપસ્થિતિ અંગે જાણ થઈ હતી. આ અભ્યાસ બાદ પ્રાકૃતિક જળ સ્ત્રોત અંગે તપાસ કરવા ફરી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ગુવાહાટીમાં એકપણ પ્લાન્ટ નથી માટે આ બંને શહેરોની પસંદગી કરીને સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદ માટે પાણી ભરેલી સાબરમતી નદી અને રિવરફ્રન્ટ શાન સમાન ગણાય છે અને લોકો માટે એ નવું નજરાણું બન્યું છે, પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા અભ્યાસમાં સાબરમતીમાં ભયંકર પ્રદૂષણ છે. નદીનો અમદાવાદ શહેરમાં પ્રવેશ થાય ત્યારે એક ટીપું પણ પાણી રહેતું નથી. અહેવાલનાં તારણોમાં વધુમાં જણાવ્યા મુજબ, રિવરફ્રન્ટ પછી નદીના નીચેવાસમાં નદીનું પોતાનું પાણી જ નથી. રિવરફ્રન્ટ પછીની સાબરમતીમાં જે પાણી દેખાય છે એ માત્ર નરોડા, ઓઢવ, વટવા અને નારોલના ઉદ્યોગોનો પ્રદૂષિત પ્રવાહી કચરો (એફ્લ્યુએન્ટ) અને અમદાવાદની ગટરનું ગંદુ પાણી જ વહે છે. રિવરફ્રન્ટ બનવાને કારણે ભૂગર્ભ જળમાં આ પાણી ઊતરતું બંધ થયું છતાં અમદાવાદને નર્મદાના પાણી પર જ આશ્રિત રહેવું પડે એવી સ્થિતિ સર્જાઇ ગઇ છે.