ચિંતા@દેશ: ગત 24 કલાકમાં કોરોનાના 3900 કેસ, 195ના મોત, કુલ 46433

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં છેલ્લા 40 દિવસથી દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. કોરોના વાયરસની ગતિ ધીમી જરૂર થઈ છે પરંતુ હજુ પણ ઘણી વધુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3900 પોઝિટિવ કેસ નવા આવ્યાં છે. જ્યારે 195 લોકોના જીવ ગયા છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 46000ને પાર ગઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ
 
ચિંતા@દેશ: ગત 24 કલાકમાં કોરોનાના 3900 કેસ, 195ના મોત, કુલ 46433

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં છેલ્લા 40 દિવસથી દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. કોરોના વાયરસની ગતિ ધીમી જરૂર થઈ છે પરંતુ હજુ પણ ઘણી વધુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3900 પોઝિટિવ કેસ નવા આવ્યાં છે. જ્યારે 195 લોકોના જીવ ગયા છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 46000ને પાર ગઈ છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આપેલી માહિતી મુજબ ભારતમાં કોરોનાના કેસનો આંકડો 46433 પર પહોંચ્યો છે. જેમાં 32134 એક્ટિવ કેસ છે. જ્યારે 12727 લોકો ડિસ્ચાર્જ કે માઈગ્રેટ થયેલા છે. 1568 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 195 લોકોના જીવ ગયા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ભારતમાં કોરોનાના ડેઈલી ગ્રોથ હવે અમેરિકા, ઈટાલી અને બ્રિટન જેવા સૌથી ખરાબ રીતે પ્રભાવિત દેશોથી પણ વધુ છે. જો કોરોનાના સંક્રમણથી સૌથી વધુ ખરાબ પ્રભાવિત 20 દેશોની વાત કરીએ તો ભારતમાં વાયરસ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. લોકડાઉન હોવા છતાં આ સ્થિતિ ચિંતાજનક છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

22મી માર્ચે ભારતમાં એવરેજ ડેઈલી ગ્રોથ 19.9 ટકા હતો. તે સમયે ઈટાલીને બાદ કરતા અમેરિકા, રશિયા, બ્રાઝીલ અને બ્રિટન જેવા દેશોમાં તે ભારત કરતા ઘણો વધુ હતો. જો કે દેશવ્યાપી લોકડાઉન બાદ ભારતમાં કોરોનાના કેસોમાં ડેઈલી ગ્રોથ સતત ઘટવા લાગ્યો. લોકડાઉન 2.0ના છેલ્લા દિવસે એટલે કે 3જી મેના રોજ ડેઈલી ગ્રોથ ઘટીને 6.1 ટકા થયો. તેનાથી સારી તસવીર ઉભરી રહી છે કે પરંતુ જ્યારે બીજા દેશોની સરખામણી કરીએ છીએ તો આ આંકડો ડરામણો લાગે છે. 3 મેની વાત કરીએ તો ભારતનો ડેઈલી ગ્રોથ ઈટાલી (1%)ની સરખામણીમાં 6 ગણો વધારે છે. બ્રિટન (3%)ની સરખામણીમાં 2 ગણો છે. ડેઈલી ગ્રોથ રેટ મામલે ફક્ત રશિયા (7%), અને બ્રાઝીલ (7.4%) ભારત કરતા ઉપર છે.