ચિંતા@દેશ: કોરોનાથી 269 ડોક્ટર-નર્સોના મોત, સરકારનો લેખિતમાં જવાબ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના વાયરસની મહામારીમાં અત્યાર સુધી 162 ડોક્ટરો, 107 નર્સો તથા 44 આશા વર્કરોના મોત નિપજ્યા છે. આજે સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં લેખિત ઉત્તર આપ્યો હતો. તેમને વધુમાં જણાવ્યુ હતુ કે, આ આંકડા 22 જાન્યુઆરી સુધી રાજ્યો દ્વારા મળેલી સુચનાઓ પર આધારીત છે. રાજ્યમંત્રીએ
 
ચિંતા@દેશ: કોરોનાથી 269 ડોક્ટર-નર્સોના મોત, સરકારનો લેખિતમાં જવાબ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના વાયરસની મહામારીમાં અત્યાર સુધી 162 ડોક્ટરો, 107 નર્સો તથા 44 આશા વર્કરોના મોત નિપજ્યા છે. આજે સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ રાજ્યસભામાં  એક પ્રશ્નના જવાબમાં લેખિત ઉત્તર આપ્યો હતો. તેમને વધુમાં જણાવ્યુ હતુ કે, આ આંકડા 22 જાન્યુઆરી સુધી રાજ્યો દ્વારા મળેલી સુચનાઓ પર આધારીત છે. રાજ્યમંત્રીએ કહ્યુ હતુ કે, કોવિડ-19થી પ્રભાવિત અને જીવ ગુમાવનાર વ્યક્તિની ચકાસણીની જવાબદારી કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રબંધ અધિકારીઓની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

1 ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થયુ છે, એવામાં સંસદની કાર્યવાહીમાં સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીને પુછવામાં આવ્યુ હતુ કે,  મંત્રાલયે કોવિડ-19 ના કારણે જીવ ગુમાવનાર સ્વાસ્થ્ય કર્મીઓના વિષે આઈએમએ દ્વારા આપવામાં આવેલ આંકડા પર ધ્યાન દોરવામાં આવ્યુ છે? શુ તેની ચકાસણી માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યા છે?  આ વિષય પર સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીએ કહ્યુ હતુ કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પૈકેજના હેઠળ વીમાં રાહતની રકમના વિતરણની પ્રક્રિયા વેકેન્દ્રીકૃત કરી દેવામાં આવી છે. મંત્રીએ કહ્યુ હતુ કે,  દાવા માટે જરૂરી પ્રમાણપત્ર આરોગ્ય સંસ્થા અથવા ઓફિસ દ્વારા કરવામાં આવે છે જ્યાં પીડિતા કામ કરતા હતા. બાદમાં સંબંધિત અધિકારીઓ તેને આગળ મોકલે છે અને વીમા કંપની સમક્ષ દાવાની રજૂઆત કરે છે.