ચિંતા@દેશ: છેલ્લા 24 કલાકમાં 27 હજારથી વધુ કોરોના કેસ, 284 દર્દીઓનાં થયા મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 27 હજાર 176 દર્દીઓ મળી આવ્યા છે અને 284 ચેપગ્રસ્ત લોકોનાં મોત થયા છે. હાલમાં 3 લાખ 51 હજાર 87 દર્દીઓની સારવાર ચાલી રહી છે. નવા આંકડાઓનો સમાવેશ કરીને, અત્યાર સુધીમાં દેશમાં 3 કરોડ 33 લાખ 16 હજાર 755 દર્દીઓની ઓળખ થઈ
 
ચિંતા@દેશ: છેલ્લા 24 કલાકમાં 27 હજારથી વધુ કોરોના કેસ, 284 દર્દીઓનાં થયા મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 27 હજાર 176 દર્દીઓ મળી આવ્યા છે અને 284 ચેપગ્રસ્ત લોકોનાં મોત થયા છે. હાલમાં 3 લાખ 51 હજાર 87 દર્દીઓની સારવાર ચાલી રહી છે. નવા આંકડાઓનો સમાવેશ કરીને, અત્યાર સુધીમાં દેશમાં 3 કરોડ 33 લાખ 16 હજાર 755 દર્દીઓની ઓળખ થઈ છે. મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19 થી કોઈ મૃત્યુ નોંધાયું નથી જ્યારે 38 વધુ લોકોને ચેપ લાગવાની પુષ્ટિ થઈ છે. દિલ્હીમાં સંક્રમણ દર (કુલ ટેસ્ટ કરાયેલા સેમ્પલોનાં પ્રમાણમાં સંક્રમણ) 0.05 ટકા હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, 14 સપ્ટેમ્બર સુધી દેશભરમાં કોરોનાની રસીનાં 75 કરોડ 89 લાખ 12 હજાર 277 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 61.15 લાખ રસી આપવામાં આવી હતી. વળી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, અત્યાર સુધીમાં 54.60 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે લગભગ 16 લાખ 10 હજાર કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.62 ટકા છે. એક્ટિવ કેસ 109%છે.