ચિંતા@દેશ: છેલ્લાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 30 હજારથી વધુ કેસ, 295 લોકોનાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વિશ્વભરમાં કોરોના વાયરસના કેસો વધીને 22.84 કરોડ થઈ ગયા છે. અત્યાર સુધીમાં આ મહામારીનાં કારણે 46.9 લાખથી વધુ લોકોનાં મોત થયા છે અને 5.90 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. સોમવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ
 
ચિંતા@દેશ: છેલ્લાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 30 હજારથી વધુ કેસ, 295 લોકોનાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વિશ્વભરમાં કોરોના વાયરસના કેસો વધીને 22.84 કરોડ થઈ ગયા છે. અત્યાર સુધીમાં આ મહામારીનાં કારણે 46.9 લાખથી વધુ લોકોનાં મોત થયા છે અને 5.90 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. સોમવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ જાહેર કર્યું કે વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને રસીકરણની સંખ્યા અનુક્રમે 228,497,223, 4,691,285 અને 5,905,689,911 છે. ભારતની વાત કરીએે તો અહી પણ કોરોનાનાં કેસમાં સતત ઉતાર-ચઢાવ યથાવત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 30,256 નવા કેસ નોંધાયા છે, જ્યારે 43,938 લોકો કોરોનામાંથી ઠીક થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 295 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં એક્ટિવ કેસ એક ટકાથી પણ ઓછા છે. હાલમાં, ભારતમાં 3,18,181 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે, જે કુલ કેસોના 0.95 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 3,27,15,105 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. કોરોનાનાં કારણે અત્યાર સુધીમાં 4,45,133 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોના રસીની વાત કરીએ તો અત્યાર સુધી લોકોને 80,85,68,144 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના રસીનાં 37,78,296 ડોઝ આપવામાં આવ્યા છે.