ચિંતા@ગુજરાત: રાજ્યમાં ડેલ્ટા, ડેલ્ટા+ બાદ હવે કપ્પા વેરિયન્ટની એન્ટ્રી, જાણો કેટલાં કેસ નોંધાયા ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક બન્યા બાદ કોરોના વાયરસ ઉપર રીસર્ચ કરવામાં આવી રહ્યું છે જેમાં રાજ્યમાં અગાઉ કોરોનાના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વાયરસની પૃસ્ટી થયા બાદ નવા કપ્પા વેરિયન્ટએ દેખા દેતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે
 
ચિંતા@ગુજરાત: રાજ્યમાં ડેલ્ટા, ડેલ્ટા+ બાદ હવે કપ્પા વેરિયન્ટની એન્ટ્રી, જાણો કેટલાં કેસ નોંધાયા ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક બન્યા બાદ કોરોના વાયરસ ઉપર રીસર્ચ કરવામાં આવી રહ્યું છે જેમાં રાજ્યમાં અગાઉ કોરોનાના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વાયરસની પૃસ્ટી થયા બાદ નવા કપ્પા વેરિયન્ટએ દેખા દેતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે આઠ શંકાસ્પદ સેમ્પલ મોકલ્યાં હતાં, જેમાંથી 3 સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો. અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કપ્પા વાઇરસ જોવા મળ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ વાયરસ ખૂબ જ ઘાતક તેને લઇને વૈશ્વિક સ્તરે રિસર્ચ થઇ રહ્યું છે. પરંતુ હજુ કોઈ મહત્વના તારણો મળ્યા નથી. અગાઉ એપ્રિલ મહિનામાં જે સેમ્પલ મોકલવામાં આવ્યા હતાં જેમાં 32 કેસ ડેલ્ટા વેરિયન્ટના અને એક કેસ ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો જોવા મળ્યો હતો. ગુજરાતમાં કોરોના વાયરસે જબરો હાહાકાર મચાવ્યો હતો. ગત મે મહિનામાં સાબરકાંઠાના તલોદ તાલુકાના 70 વર્ષીય દર્દીમાં કપ્પા વેરિયન્ટ મળ્યો હતો. એ પછી 16થી 30 જૂન વચ્ચે ગોધરા અને મહેસાણાના એક-એક દર્દી કપ્પા વેરિયન્ટથી સંક્રમિત હોવાનું નિદાન થયું હતું. આ બન્ને દર્દીની સારવાર અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. જોકે કપ્પા વેરિયન્ટ કેટલો ઘાતક છે એ અંગે વૈશ્વિક સ્તરે અભ્યાસ થઈ રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી એપ્રિલ મહિના બાદ દર 15 દિવસે સેમ્પલ પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં, જેમાં અત્યારસુધીમાં કુલ 32 સેમ્પલમાં ડેલ્ટા વેરિયન્ટ અને એક સેમ્પલમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ દેખાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટ પ્રથમ કેસ ભારતમાંથી જ મળી આવ્યો હતો. તે જ પ્રમાણે કપ્પા વેરિએન્ટના કેસ પણ અહીં જ મળી આવ્યા છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો