ચિંતા@ગુજરાત: કોરોના કેસ તો ઘટ્યાં પણ 10 દિવસમાં આ રોગથી 120 દર્દીઓના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. જોકે આ બધાની વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યાં પરંતુ મ્યુકરમાઇકોસિસનો કહેર યથાવત છે. મ્યુકરમાઇકોસિસના કારણે મોતની સંખ્યા 500ને પાર પહોંચી છે. નવા કેસ ઘટયાં પરંતુ 120 દર્દીઓએ દમ તોડ્યો છે. અટલ સમાચાર આપના
 
ચિંતા@ગુજરાત: કોરોના કેસ તો ઘટ્યાં પણ 10 દિવસમાં આ રોગથી 120 દર્દીઓના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. જોકે આ બધાની વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યાં પરંતુ મ્યુકરમાઇકોસિસનો કહેર યથાવત છે. મ્યુકરમાઇકોસિસના કારણે મોતની સંખ્યા 500ને પાર પહોંચી છે. નવા કેસ ઘટયાં પરંતુ 120 દર્દીઓએ દમ તોડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ કોવિડથી સાજા થયેલા દર્દીમાં મ્યુકોરમાઇકોસિસની સમસ્યાએ ચિંતા વધારી છે. તેનાથી થયેલા મોતની સંખ્યા પણ નાની નથી. માત્ર ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં મ્યુકોરમાઇસિસના 35 દિવસમાં 506 કેસ નોંધાયા છે. ભારત સરકારના ડેશબોર્ડ પર આરોગ્ય વિભાગે અપલોડ કરેલી માહિતી મુજબ છેલ્લા 10 દિવસમાં રાજયમાં બ્લેક ફંગસના કેસમાં ઘટાડો થયો છે પરંતુ આ સમયગાળામાં 120 લોકોએ બ્લેક ફંગસના કારણે જીવ ગુમાવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં બ્લેક ફંગસના કારણે 120 લોકોના મૃત્યુ થયા છે. ઉલ્લેખનિય છે કે, 22 એપ્રિલે સરકારે બ્લેક ફંગસને રોગચાળો જાહેર કર્યો છે. આ તરફ 18 જૂન સુધીમાં રાજ્યમાં 6,009 કેસ નોંધાયા છે. 18 જૂન બાદ દસ દિવસમાં 336 નવા કેસ નોંધાયા છે. આ રીતે બ્લેકફંગસના દર્દીઓની સંખ્યા 6,345 થઇ ગઇ છે.