ચિંતા@આંતરરાષ્ટ્રીય: કોરોનાના 2 અત્યંત ચેપી વેરિયન્ટ સામે આવ્યા, WHOના વૈજ્ઞાનિકોએ હરકતમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વિશ્વ આરોગ્ય સંગઠનના બે વૈજ્ઞાનિકો મ્યૂ નામના એક નવા પ્રકારના કોરોનાના વેરિયન્ટ પર નજર રાખી રહ્યાં છે જેની ઓળખ સૌથી પહેલા જાન્યુઆરી 2021 માં કોલંબિયામાં થઈ હતી. આ વેરિયન્ટને વૈજ્ઞાનિક રીતે B.1.621 તરીકે ઓળખવામાં આવે છે. મંગળવારે જારી થયેલા WHOના બુલેટીનમાં જણાવાયું કે હાલમાં દુનિયામાં કોરોનાના આ બે વેરિયન્ટ ધુમ
 
ચિંતા@આંતરરાષ્ટ્રીય: કોરોનાના 2 અત્યંત ચેપી વેરિયન્ટ સામે આવ્યા, WHOના વૈજ્ઞાનિકોએ હરકતમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વિશ્વ આરોગ્ય સંગઠનના બે વૈજ્ઞાનિકો મ્યૂ નામના એક નવા પ્રકારના કોરોનાના વેરિયન્ટ પર નજર રાખી રહ્યાં છે જેની ઓળખ સૌથી પહેલા જાન્યુઆરી 2021 માં કોલંબિયામાં થઈ હતી. આ વેરિયન્ટને વૈજ્ઞાનિક રીતે B.1.621 તરીકે ઓળખવામાં આવે છે. મંગળવારે જારી થયેલા WHOના બુલેટીનમાં જણાવાયું કે હાલમાં દુનિયામાં કોરોનાના આ બે વેરિયન્ટ ધુમ મચાવી રહ્યાં છે. આ બન્ને વેરિયન્ટ કોરોનાના મૂળ સ્ટ્રેન કરતા ઘણા ઘાતક છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

WHOએ કહ્યું કે, વેરિયન્ટમાં મ્યુટેશન છે જે વેક્સિનને બેઅસર કરવાની ક્ષમતા ધરાવે છે. વિશ્વ આરોગ્ય સંગઠને ભારપૂર્વક કહ્યું કે તેને સારી રીતે સમજવા માટે હજુ વધારે સંશોધનની જરુર છે. Mu વેરિયન્ટમાં મ્યુટેશનનું એક constellation છે જે વેક્સિનને થાપ આપી શકે છે. દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ કોરોનાના અત્યંત ખતરનાક C.1.2 સ્ટ્રેનને ઓળખી કાઢ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર નવા વેરિયન્ટમાં ઘણા બધા મ્યુટેશનો દેખાયા છે. સૌથી પહેલા દક્ષિણ આફ્રિકી પ્રાંત પુમાલંગામાં મે મહિનામાં આ સ્ટ્રેનની ઓળખ થઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, 3 ઓગસ્ટ સુધી આ નવો સ્ટ્રેન આફ્રિકાના 9 પ્રાંતોમાં જોવા મળ્યો છે. તેની સાથે કોંગો, મોરિશસ, પોર્ટુગલ, ન્યૂઝીલેન્ડ અને સ્વિઝરલેન્ડમાં પણ ફેલાયો છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે વાયરસના મ્યુટેશનનને કારણે સંક્રમણના કેસોમાં વધારો જોવા મળ્યો છે જ્યારે એન્ટીબોડીને થાપ આપવામાં પણ વાયરસ ભારે પાવરધો છે. વૈજ્ઞનિકોનું કહેવું છે કે, પહેલી લહેરમાં કોરોનાનો C.1 વેરિએંટ સામે આવ્યો હતો. તેની તુલનામાં આ C.1.2 વેરિએંટ વધારે ઘાતક છે અને તેમા ઘણા બદલાવો જોવા મળ્યા છે. જેથી આજ કારણોસર આ વેરિએંટને હાલ સૌથી ઘાતક માનવામાં આવી રહ્યો છે.

આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના જેટલા વેરિએંટ સામે આવ્યા તેની તુલનામાં C.1.2 વેરિએન્ટમાં સૌથી વધારે મ્યૂટેશન જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ વેરિએંટ લોકો માટે અત્યાર સુધીનો સૌથી ધાતક વેરિએંટ સાબિત થઈ શકે છે. કારણકે તેના પર વેક્સિન પણ અસરકારક નથી. એક સ્ટડી પ્રમાણે C.1.2 વેરિએંટનો મ્યૂટેશન રેટ 41.8 પ્રતિ વર્ષ છે. વૈજ્ઞાનિકોને આ વેરિએંટમાંથી મ્યૂટેશન N440K અને Y449H મળ્યા છે. આ વેરિએંટ એવા દર્દીઓમાં પણ જોલવા મળ્યો છે. જેમનામાં આલ્ફા અને બીટા વેરિએંટ સામે એન્ટિબોડી વિકસીત થઈ હતી.