ચિંતા@મહેસાણાઃ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી જયદિપસિંહ ઠાકોર કોરોનામાં સપડાયા

અટલ સમાચાર. મહેસાણા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી અને મહેસાણા જિલ્લા કોર કમિટિના સભ્ય જયદિપસિંહ ઠાકોરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે બુધવારે રાત્રે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના સમર્થકો અને મિત્રો તેમજ શુભચિંતકોમાં જયદિપસિંહને કોરોના થયો હોવાની જાણ થતા ઝડપથી સ્વસ્થ બને તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. અટલ
 
ચિંતા@મહેસાણાઃ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી જયદિપસિંહ ઠાકોર કોરોનામાં સપડાયા

અટલ સમાચાર. મહેસાણા

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી અને મહેસાણા જિલ્લા કોર કમિટિના સભ્ય જયદિપસિંહ ઠાકોરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે બુધવારે રાત્રે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના સમર્થકો અને મિત્રો તેમજ શુભચિંતકોમાં જયદિપસિંહને કોરોના થયો હોવાની જાણ થતા ઝડપથી સ્વસ્થ બને તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચિંતા@મહેસાણાઃ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી જયદિપસિંહ ઠાકોર કોરોનામાં સપડાયા

મહેસાણા શહેરમાં રાજીવ બ્રિગેડનગરમાં રહેતા જયદિપસિંહ ઠાકોર સામાજિક કાર્યકર છે. તેઓ ક્ષત્રિય ઠાકોર સેનામાં પ્રદેશ મંત્રી તેમજ મહેસાણા જિલ્લા કોર કમિટિમાં સભ્ય છે. લોકડાઉન દરમિયાન સતત ત્રણ મહિના સુધી જયદિપસિંહ અને તેમની ટીમ, મિત્રો દ્વારા મહેસાણા શહેરમાં વસતા ગરીબ, જરૂરીયાત મંદોને ભોજન પુરુ પાડી સેવા કાર્ય કરવામાં આવતુ હતું. ત્રણ મહિનામાં 2 લાખ જેટલા ગરીબોને સામાજિક અગ્રણીઓ, સેવાભાવિ સંસ્થાઓના સહયોગથી ભોજન પુરુ પાડી સેવાકાર્ય કરવામાં આવ્યુ હતું. સેવાભાવિ જયદિપસિંહ ઠાકોર કોરોનામાં સપડાયા હોવાના સમાચારથી તેમના મિત્રો, સમર્થકો અને લાખો ગરીબોમાં ચિતાનું મોજુ ફરી વળ્યુ છે. જયદિપસિંહ કોરોનાને હરાવી ઝડપથી સ્વસ્થ બને તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. રાજકીય પક્ષોના અગ્રણીઓ,સાંસદો, ધારાસભ્યો સાથે સુમેળભર્યા સંબંધો ધરાવતા જયદિપસિંહ સમાજ સેવામાં પણ હંમેશા અગ્રેસર રહેતા હોય છે.

ચિંતા@મહેસાણાઃ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી જયદિપસિંહ ઠાકોર કોરોનામાં સપડાયા

નોધનીય છે કે, ગુરુવારે મહેસાણા જિલ્લામાં કોરોનાના 15 વધુ પોઝિટિવ કેસ નોધાયા છે. જે પૈકી 11 કેસ મહેસાણા શહેરના છે. અત્યાર સુધી મહેસાણા જિલ્લામાં કુલ 318 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે. જેમાં 80 એક્ટીવ કેસ છે. 208 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે.