આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

હાલમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે વહીવટી તંત્રની ભાગદોડ યથાવત છે. આ દરમ્યાન આજે રાધનપુર પાલિકા કચેરીને તાળાં જોવા મળ્યા હોઇ ચોંકાવનારી સ્થિતિ બની છે. આરોગ્ય અને ડિઝાસ્ટર બાબતે અત્યારે સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ છતાં પાલિકા બંધ રહેતા અનેક સવાલો ઉભા થયા છે. સમગ્ર મામલે પ્રાંત અધિકારીને પૂછતાં કારણદર્શક નોટીસ ફટકારી શકાય તેમ હોઇ નિયમોનુસાર કરવા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાની રાધનપુર પાલિકાની કોરોના વાયરસ વચ્ચે દોડધામ આજે સવાલો વચ્ચે આવી છે. જિલ્લામાં બે કેસ પોઝીટીવ આવ્યા હોઇ સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું છે. જોકે રાધનપુર પાલિકા આજે મહાવિર જયંતિ વચ્ચે રજામાં જતાં નિયમો અને જવાબદારીના સવાલો ઉભા થયા છે. પ્રાંત અધિકારી ટાંકે જણાવ્યું હતું કે, કોરોના મહામારી હોઇ પાલિકામાં સેનેટરી અને ડિઝાસ્ટર એકમ રજા છતાં ચાલુ રહેવું જોઈએ. જોકે પાલિકાને તાળાં હોય તો જવાબદાર તરીકે ચીફ ઓફિસર સહિતનાઓને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને કારણે અત્યારે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા અને સંક્રમણને 24 કલાક કામગીરી ચાલુ છે. જ્યારે રાધનપુર શહેરમાં મહાવિર જયંતિની રજા રાખી પાલિકાની સમગ્ર કચેરી બંધ રહેતા ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. પાલિકાના સત્તાધીશો અને વહીવટી કર્મચારીઓ કોરોના વાયરસ સામે સજાગ હોવાના દાવા કરી શકે પરંતુ આજની સ્થિતિ જાણી રાધનપુર પ્રાંત અધિકારી પણ અવાક્ બની ગયા હોઇ તપાસમાં લાગ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code