File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર ઓલ ઇન્ડિયા રેડિયો સર્વિસ (આકાશવાણી કેન્દ્ર) રાજકોટ ખાતેના પાંચ અધિકારીઓ એક પછી એક કોરોના સંક્રમિત થયા છે. એટલું જ નહીં આ તમામ અધિકારીઓના 13 પરિવારજનો પણ કોરોના સંક્રમિત થયા છે.આ ઘટનાની જાણ થતા જ આકાશવાણી જાણે ભૂકંપ આવ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. તંત્ર દ્વારા હવે કચેરીના સ્ટાફની પણ ટેસ્ટિંગ કરવામાં આવશે એવું મહાનગરપાલિકાના નાયબ અધિકારી ડોક્ટર પીપી રાઠોડે જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટની નેગોશિયેબલ કોર્ટમાં કોર્ટમાં જજ તરીકે સેવા આપી રહેલા મહિલા જજ વસવેલીયા સહિત તેમના સ્થાપના 6 કર્મચારીઓને પણ પૂરો ના થયા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ બે-ત્રણ દિવસ પહેલાં રાજકોટની ફેમિલી કોર્ટના સ્ટાફને પણ કોરોના થયો હતો જેથી ફેમિલી કોર્ટ 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજકોટમાં કોરોનાથી મોતની સંખ્યામાં આજે વધુ 2 વ્યક્તિનો ઉમેરો થયો છે. ગઈકાલે પાંચ વ્યક્તિનું મોત નિપજયું હતું. જ્યારે આજે મોતની સંખ્યા ઘટીને 2 થઈ છે. કોવિડ મૃત્યુ અંગે સ૨કારે નિમેલી સ૨કારી ડેથ ઓડીટ કમિટીના રીપોર્ટ મુજબ ગઈકાલે 5 વ્યક્તિના મૃત્યુ થયા હતાં તેમાંથી એક વ્યક્તિનું મોત કોરોનાથી થયું હોવાનું જાહે૨ ર્ક્યું છે. બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 55, આજ સુધીના પોઝિટિવ કેસ 17,895, આજ સુધીમાં ડિસ્ચાર્જ 17,150 જ્યારે આજ સુધીમાં રિકવરી રેટ 96.13 ટકા અને આજ સુધીમાં કુલ ટેસ્ટ 6,43,414 થયા છે. પોઝિટિવિટી રેટ 2.77 ટકા થયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code