આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

કોરોના વાયરસને લઇ સુરેન્દ્રનગર જીલ્લા વહીવટી તંત્રની ગંભીરતા સામે સવાલો ઉભા થયા છે. સોમવારે કલેક્ટરે વિદેશી પ્રવાસીઓની સંખ્યા શૂન્ય આપ્યા બાદ આશંકા બની હતી. જેથી આજે મંગળવારે આરોગ્ય અધિકારી સાથે વાત કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ વિદેશી પ્રવાસીઓ 140 હોવાનું જણાવતાં હડકંપ મચી ગયો છે. શંકાસ્પદોના આંકડા બાબતે કલેક્ટર કે.રાજેશની માહિતી ચિંતા કરાવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસને લઇ આજ સુધી 150થી વધુ ક્વોરોન્ટાઈન થઈ ચૂક્યા છે. જેમાં વિદેશ પ્રવાસેથી આવેલા વ્યક્તિ 140 હોવાનું સામે આવ્યું છે. ગઈ કાલે કે. રાજેશે વિદેશ પ્રવાસીનો આંકડો શૂન્ય હોવાનું કહ્યું હતું. તો હવે સવાલ બન્યો છે કે, કોરોના બાબતે કલેકટર કેમ આંકડાઓ છુપાવવા તલપાપડ છે ? આવી સ્થિતિમાં જિલ્લામાં સાચી માહિતી મળવાને લઈ મુંઝવણ ઉભી થઇ છે.

આ તરફ સુરેન્દ્રનગર જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પરમારે જણાવ્યું હતું કે, 140 વિદેશ પ્રવાસીઓની યાદી રાજ્ય સરકારે જ આપી છે. જેમાં 100થી વધુ હોમ ક્વોરોન્ટાઈનથી મુક્ત થયા છે. જ્યાં આજે સરેરાશ 25થી વધુ હોમ ક્વોરોન્ટાઈન હેઠળ હોઇ દૈનિક તપાસ કરીએ છીએ. આ સાથે ભાવનગરનો પોઝીટીવ વ્યક્તિ સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યો હતો. જેથી ત્રણ પરિવારના કુલ 18 વ્યક્તિ પણ ક્વોરોન્ટાઈન હેઠળ આવ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code