ચિંતા@મહેસાણા: ગ્રામ્ય વિસ્તારોમાં વકર્યો કોરોના, નવા 336 કેસ સામે 508 દર્દી સાજા થયા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા જીલ્લામાં થોડી રાહત મળ્યાં બાદ આજે ફરી એકવાર કોરોના કેસોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. મહેસાણા જીલ્લામાં આજે નવા 336 દર્દી ઉમેરાયાં છે. આ તરફ આજે સૌથી વધુ 508 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહેસાણા જીલ્લામાં હાલની સ્થિતિએ 4624 કેસ એક્ટિવ છે. આ તરફ આજે સૌથી
 
ચિંતા@મહેસાણા: ગ્રામ્ય વિસ્તારોમાં વકર્યો કોરોના, નવા 336 કેસ સામે 508 દર્દી સાજા થયા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જીલ્લામાં થોડી રાહત મળ્યાં બાદ આજે ફરી એકવાર કોરોના કેસોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. મહેસાણા જીલ્લામાં આજે નવા 336 દર્દી ઉમેરાયાં છે. આ તરફ આજે સૌથી વધુ 508 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહેસાણા જીલ્લામાં હાલની સ્થિતિએ 4624 કેસ એક્ટિવ છે. આ તરફ આજે સૌથી વધુ કેસો ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યાં હોઇ સંબંધિત મહોલ્લાંઓમાં ભયનું વાતાવરણ બન્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આજે કોરોના વાયરસના નવા 336 કેસ નોંધાયા છે. આજે બેચરાજીમાં 14, જોટાણામાં 6, કડીમાં 38 , ખેરાલુમાં 11, મહેસાણા શહેર અને તાલુકામાં 107, સતલાસણામાં 11, ઊંઝા શહેર અને તાલુકામાં 50, વડનગર શહેર અને તાલુકામાં 23 , વિજાપુર શહેર અને તાલુકામાં 30 અને વિસનગર શહેર અને તાલુકામાં મળી 46 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન લગત સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશની કવાયત હાથ ધરી છે.