ચિંતા@દેશ: ત્રીજી લહેરની સંભાવના વચ્ચે કોરોના કેસમાં ચોંકાવનારો ઉછાળો, 24 કલાકમાં 43,263 નવા કેસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. આજે ગુરૂવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આંકડા જારી કરવામાં આવ્યા છે. મંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં 43,263 નવા કોરોનાના કેસ આવ્યા. આના એક દિવસ પહેલા 37,875 કેસ આવ્યા હતા. ત્યારે ગત 24 કલાકમાં 338 કોરોના સંક્રમણની
 
ચિંતા@દેશ: ત્રીજી લહેરની સંભાવના વચ્ચે કોરોના કેસમાં ચોંકાવનારો ઉછાળો, 24 કલાકમાં 43,263 નવા કેસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. આજે ગુરૂવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આંકડા જારી કરવામાં આવ્યા છે. મંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં 43,263 નવા કોરોનાના કેસ આવ્યા. આના એક દિવસ પહેલા 37,875 કેસ આવ્યા હતા. ત્યારે ગત 24 કલાકમાં 338 કોરોના સંક્રમણની મોત થયા છે. 40567 લોકો સાજા થયા છે એટલે કે 2358 એક્ટિવ કેસ વધી ગયા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેરળમાં બુધવારે કોવિડના 30,196 નવા મામલા સામે આવ્યા. આ સાથે કેરળમાં કોરોનાના કુલ કેસ વધીને 42 લાખ 83 હજાર 494 થઈ ગયા. જ્યારે 181 અને દર્દીના મોત બાદ મૃતકની સંખ્યા 22001 પર પહોંચી ગઈ. રાજ્યમાં સતત 5 દિવસ સુધી દૈનિક નવા મામલાની સંખ્યા 30 હજારથી ઓછી રહ્યા બાદ આજે ફરી એક વરા તે 30 હજારને પાર થઈ ગઈ. ત્યારે મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના 4174 નવા મામલા સામે આવ્યા અને 65 લોકોના મોત થયા છે. જેનાથી સંક્રમિતોની સંખ્યા વધીને 64 લાખ 97 હજાર 872 થઈ ગયા . અહીં મૃતકોની સંખ્યા 1 લાખ 37 હજાર 962 થઈ ગઈ.