ચિંતા@દેશ: 10 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કોવિડ સંક્રમણના કેસ વધ્યાં, આરોગ્ય તંત્રમાં હડકંપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતમાં કોરોના સંક્રમણની સારવાર લઈ રહેલા દર્દી એટલે કે એક્ટિવ કેસમાં બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં એક બેઠકમાં ગ્રૂપ-1ના ડેટાથી જાણકારી મળી છે જે ચિંતા જનક છે. EG-1ના પાસે દેશમાં કોરોના ઈમરજન્સીની રણનીતિ તૈયાર કરવાની જવાબદારી છે. જાણકારોનું કહેવું છે કે આ ફેરફાર નાટકીય નથી, તેનું કારણ વાયરસની
 
ચિંતા@દેશ: 10 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કોવિડ સંક્રમણના કેસ વધ્યાં, આરોગ્ય તંત્રમાં હડકંપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતમાં કોરોના સંક્રમણની સારવાર લઈ રહેલા દર્દી એટલે કે એક્ટિવ કેસમાં બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં એક બેઠકમાં ગ્રૂપ-1ના ડેટાથી જાણકારી મળી છે જે ચિંતા જનક છે. EG-1ના પાસે દેશમાં કોરોના ઈમરજન્સીની રણનીતિ તૈયાર કરવાની જવાબદારી છે. જાણકારોનું કહેવું છે કે આ ફેરફાર નાટકીય નથી, તેનું કારણ વાયરસની વયસ્કોની પ્રતિ ઓછી સંવેદન શીલતા હોઈ શકે છે. આ કેસમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ મિઝોરમની છે તો રાજધાનીના કેસ રાહત આપી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડેટા કહે છે કે, કુલ એક્ટિવ કેસમાં 1-10 વર્ષના બાળકોની સંખ્યા માર્ચમાં 2.80 ટકા હતી જે ઓગસ્ટમાં વધીને 7.04 ટકા થઈ છે. તેનો અર્થ એ છે કે દર 100 સક્રિય કેસમાં 7 બાળકો છે. નીતિ આયોગના સભ્ય વીકે પોલની અધ્યક્ષતામાં આયોજિત EG-1ની બેઠકમાં આ ડેટા શેર કરાયો હતો. મીટિંગમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સહિત અનેક મંત્રાલયના અધિકારીઓ હાજર હતા.

સૂત્રોએ જણાવ્યુ઼ હતુ કે, કુલ સક્રિય કેસમાં માર્ચથી પહેલા જૂન 2020થી લઈને ફેબ્રુઆરી 2021 સુધી 9 મહિનામાં 1-10 વર્ષના બાળકોની સંખ્યા 2.72%-3.59% હતી. 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓગસ્ટનો ડેટા કહે છે કે બાળકોમાં કોરોનાના કેસ મિઝોરમમાં વધારે જોવા મળ્યા છે. અહીં આ પ્રમાણ 16.48 ટકા તો દિલ્હીમાં 2.25 ટકા, મેઘાલય અને મિઝોરમમાં 9.35 ટકા, અંડમાન નિકોબાર આઈલેન્ડમાં 8.5 ટકા, દાદર અને નગર હવેલીમાં 7.69 ટકા અને અરુણાચલમાં બાળકોની સંખ્યા 7.38 ટકાની રહી છે.