ચિંતા@ગુજરાત: અનેક જીલ્લાના વાતાવરણમાં પલટો, તૈયાર કૃષિપાકને નુકશાન જવાની ભીતિ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ગુજરાતમાં ઘણા દિવસથી કાળઝાળ ગરમી પડતાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યનાં અમરેલી, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી જતા વાદળ છવાઇ ગયા હતા. જેના કારણે જગતના તાતની ચિંતા વઘી ગઇ છે. જો વરસાદ પડે તો ખેતરોમાં ઉભા
 
ચિંતા@ગુજરાત: અનેક જીલ્લાના વાતાવરણમાં પલટો, તૈયાર કૃષિપાકને નુકશાન જવાની ભીતિ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ગુજરાતમાં ઘણા દિવસથી કાળઝાળ ગરમી પડતાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યનાં અમરેલી, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી જતા વાદળ છવાઇ ગયા હતા. જેના કારણે જગતના તાતની ચિંતા વઘી ગઇ છે. જો વરસાદ પડે તો ખેતરોમાં ઉભા ઘઉંના પાકને નુકશાન જવાની ખેડુતોમાં ભીતી છવાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના અમરેલીના રાજુલાના પંથકના ગ્રામ્યવિસ્તારોનાં હિંડોરણા, છતડીયા સહિતનાં આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો. આ સાથે સાબરકાઠાં જીલ્લામાં મંગળવારની મધરાત બાદ વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન ફુંકાયો હતો. જેથી પવનના સુસવાટાએ લોકોના જીવ અઘ્ઘર કરી દીધા હતા. વહેલી સવારે આકાશ વાદળોથી ઘેરાયું હતું. અને સામાન્ય વાતાવરણ પવનના કારણે ધુળીયું બન્યું હતું. ખેતરમાં ઉભા ઘઉંના પાકને કારણે ખેડુતોમાં ચિંતા વઘી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લાના વડું મથક આહવા અને સાપુતારા ખાતે વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં પલટાને લઇને ઠંડા પવનની લહેર છવાતા સામાન્ય માણસને રાહત લાગી હતી, પરંતુ ખેડુતો માટે ચિંતાનો માહોલ બન્યો હતો. જિલ્લાના વડું મથક આહવા ખાતે વરસાદી છાંટા પણ પડ્યા હતા.