ચિંતા@ગુજરાત: રાજ્યસભામાં મતદાન કરનારા કોંગ્રેસના ધારાસભ્યને કોરોના

અટલ સમાચાર, ડેસ્ક ગત દિવસોએ યોજાયેલી રાજ્યસભાની ચુંટણી પુર્ણ થયા બાદ કોંગ્રેસના પુર્વ પ્રમુખનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે આજે રાજ્યસભામાં મતદાન કરનારા ધારાસભ્યનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. નોંધનિય છે કે, આ ધારાસભ્ય ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવ્યા હોવાથી તેમના લક્ષણો દેખાયા
 
ચિંતા@ગુજરાત: રાજ્યસભામાં મતદાન કરનારા કોંગ્રેસના ધારાસભ્યને કોરોના

અટલ સમાચાર, ડેસ્ક

ગત દિવસોએ યોજાયેલી રાજ્યસભાની ચુંટણી પુર્ણ થયા બાદ કોંગ્રેસના પુર્વ પ્રમુખનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે આજે રાજ્યસભામાં મતદાન કરનારા ધારાસભ્યનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. નોંધનિય છે કે, આ ધારાસભ્ય ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવ્યા હોવાથી તેમના લક્ષણો દેખાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં આજે જામજોધપુરના કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ કાલરિયાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ચિરાગ કાલરિયાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. નોંધનિય છે કે, રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગે કોન્ટેક હિસ્ટ્રી તપાસી તેમની સાથે સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 29,001 કેસ નોંધાયા છે. જ્યારે 1736 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં કોરોનાના અત્યાર સુધીમાં 201 કેસ નોંધાયા છે. જેમાંથી 5 દર્દીઓના મૃત્યુ થયા છે અને 104 દર્દીઓ સાજા થયા છે.