ચિંતા@ઉ.ગુ: મહેસાણામાં 51 કેસ સામે 38 દર્દી સાજા થયાં, પાટણમાં 16, બનાસકાંઠામાં 29 પોઝિટીવ

અટલ સમાચાર,મહેસાણા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં મળી આજે કોરોના વાયરસના નવા 96 કેસ નોંધાયા છે. આજે બનાસકાંઠા જીલ્લામાં નવા 29, પાટણ જીલ્લામાં 16 અને મહેસાણા જીલ્લામાં 51 કેસ નોંધાયા છે. આ સાથે મહેસાણા જીલ્લામાં 38 દર્દી કોરોનાની સારવાર દરમ્યાન સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન
 
ચિંતા@ઉ.ગુ: મહેસાણામાં 51 કેસ સામે 38 દર્દી સાજા થયાં, પાટણમાં 16, બનાસકાંઠામાં 29 પોઝિટીવ

અટલ સમાચાર,મહેસાણા

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં મળી આજે કોરોના વાયરસના નવા 96 કેસ નોંધાયા છે. આજે બનાસકાંઠા જીલ્લામાં નવા 29, પાટણ જીલ્લામાં 16 અને મહેસાણા જીલ્લામાં 51 કેસ નોંધાયા છે. આ સાથે મહેસાણા જીલ્લામાં 38 દર્દી કોરોનાની સારવાર દરમ્યાન સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં નવા 51 કેસ સામે 38 દર્દી સાજા થયા

ચિંતા@ઉ.ગુ: મહેસાણામાં 51 કેસ સામે 38 દર્દી સાજા થયાં, પાટણમાં 16, બનાસકાંઠામાં 29 પોઝિટીવ

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 51 કેસ સામે 38 દર્દી સાજા થતાં રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 17, કડી શહેરમાં 4, વિસનગર શહેરમાં 8, વિજાપુરમાં 1 કેસ નોંધાયો છે. મહેસાણા તાલુકાના બોરીયાવી અને ઇજપુરામાં 1-1 અને ઉંઝાના હાજીપુરમાં 1 કેસ સામે આવ્યો છે. આ સાથે વિસનગર તાલુકાના વિસનગર, વાલમ, ગોઠવા, દેણપ અને મગરોડામાં 1-1, ઉમતામાં 3 અને કંસારાકુઇમાં 2 કેસ નોંધાયા છે. આ સાથે કડી તાલુકાના રાજપુર, પિરોજપુરા, રંગપુરા, ધરમપુર અને ડરણમાં 1-1 કેસ, વડનગર સુંઢીયામાં 1 અને જોટાણાના રાણીપુરામાં 1 કેસ નોંધાયો છે.

બનાસકાંઠા જીલ્લામાં નવા 29 કેસ

બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું હોઇ આજે પણ નવા 29 કેસ નોંધાયા છે. આજે ભાભરમાં 6, દાંતામાં 2, ડીસામાં 2, દિયોદરમાં 2, પાલનપુરમાં 16 અને વડગામમાં 1 મળી 29 કેસ સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇનના ભાગરૂપે તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધવા કવાયત હાથ ધરી છે.

પાટણમાં જીલ્લામાં નવા 16 કેસ

ચિંતા@ઉ.ગુ: મહેસાણામાં 51 કેસ સામે 38 દર્દી સાજા થયાં, પાટણમાં 16, બનાસકાંઠામાં 29 પોઝિટીવ

પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 16 કેસ નોંધાયા છે. આજે પાટણ શહેરમાં 3, તાલુકાના બાલીસણા અને હાજીપુરમાં 1-1, રાધનપુર શહેરમાં 2 અને તાલુકાના મસાલીમાં 1, સિધ્ધપુર શહેરમાં 1, તાલુકાના બીલીયામાં 2, શંખેશ્વરના કુંવારદમાં 2, ચાણસ્મા તાલુકાના વડાવલીમાં 1, સરસ્વતી તાલુકાના વાગદોડમાં 1 અને સમી તાલુકાના ગાજદીનપુરામાં 1 મળી જીલ્લામાં નવા 16 કેસ નોંધાયા છે.