ચિંતા@ઉ.ગુ: લોકડાઉન વચ્ચે સવારથી વાતાવરણમાં પલટો, ખેડૂતો ચિંતિત

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસને લઇ લોકડાઉનના ચોથા તબક્કાની શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતુ. તો પાટણ, ચાણસ્મા, વિસનગર, કાંકરેજ, સુઇગામ પંથકમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. અટલ સમાચાર
 
ચિંતા@ઉ.ગુ: લોકડાઉન વચ્ચે સવારથી વાતાવરણમાં પલટો, ખેડૂતો ચિંતિત

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસને લઇ લોકડાઉનના ચોથા તબક્કાની શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતુ. તો પાટણ, ચાણસ્મા, વિસનગર, કાંકરેજ, સુઇગામ પંથકમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે. આ તરફ લોકડાઉનના ચોથા તબક્કાની શરૂઆતમાં જ વરસાદી માહોલ સર્જાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વાદળછાયા વાતાવરણનાં કારણે ઠંડકનો માહોલ થતા એકબાજુ ગરમીથી આંશિક રાહત પણ મળી છે. તો પાટણ, ચાણસ્મા, વિસનગર, કાંકરેજ, સુઇગામ પંથકમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા.

ચિંતા@ઉ.ગુ: લોકડાઉન વચ્ચે સવારથી વાતાવરણમાં પલટો, ખેડૂતો ચિંતિત
File Photo

આજ વહેલી સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે ઠંડક પ્રસરી ગઇ છે. જોક, માવઠું થાય તેવા માહોલને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. સાબરકાંઠા જિલ્લાનાં ઇડર, હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા સહિતનાં જિલ્લામાં વહેલી સવારથી આકાશ કાળા વાદળોથી ઘેરાયું છે. આ સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા, શામળાજી, ઇસરોલ સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણનાં કારણે ઠંડકનો માહોલ થતા એકબાજુ ગરમીથી આંશિક રાહત મળી છે જ્યારે બીજી બાજુ માવઠું થાય તેવો માહોલ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જ્યારે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બુધવારથી શુક્રવાર દરમિયાન હીટ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ‘નૈઋત્યનું ચોમાસું હવે બંગાળની ખાડી, આંદમાન-નિકોબાર તરફ આગળ ધપ્યું છે. હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સોમવારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી બે દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. પરંતુ બુધવારથી શુક્રવાર દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટ વેવની સ્થિતિ રહેશે.