કાંકરેજ@પ્રદૂષણઃ પ્રતિબંધ છતાં પાણીના પાઉચનો ધીકતો ધંધો, તંત્ર બેધ્યાન

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં પ્રદૂષણ અટકાવવાની બાબતો કાગળો ઉપર હોવાનું સામે આવ્યું છે. પીવાના પાણી પાઉચની જગ્યાએ બોટલમાં વેચાણ કરવાનુ ફરજીયાત છતાં બેફામ ચાલી રહ્યું છે. થરા પાલિકા વિસ્તારમાં પાણીના પાઉચનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યું હોવાથી તંત્રના વહિવટ સામે સવાલ ઉભા થયા છે. થરામાં છૂટક પીવાનુ પાણી બોટલને બદલે પાઉચમાં
 
કાંકરેજ@પ્રદૂષણઃ પ્રતિબંધ છતાં પાણીના પાઉચનો ધીકતો ધંધો, તંત્ર બેધ્યાન

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં પ્રદૂષણ અટકાવવાની બાબતો કાગળો ઉપર હોવાનું સામે આવ્યું છે. પીવાના પાણી પાઉચની જગ્યાએ બોટલમાં વેચાણ કરવાનુ ફરજીયાત છતાં બેફામ ચાલી રહ્યું છે. થરા પાલિકા વિસ્તારમાં પાણીના પાઉચનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યું હોવાથી તંત્રના વહિવટ સામે સવાલ ઉભા થયા છે.

કાંકરેજ@પ્રદૂષણઃ પ્રતિબંધ છતાં પાણીના પાઉચનો ધીકતો ધંધો, તંત્ર બેધ્યાન
જાહેરાત https://www.khetibank.org/

થરામાં છૂટક પીવાનુ પાણી બોટલને બદલે પાઉચમાં વેચાણ થઈ રહ્યું છે. જેના પગલે સ્થાનિકોમાં પ્રદૂષણને લઈ સવાલો ઉભા થઈ રહ્યા છે.

Video:

થરા પાલિકા પાણીના પાઉચના ધીકતા ધંધા સામે અજાણ, આંખ આડા કાન કે બેધ્યાન હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારનો સ્પષ્ટ નિર્દેશ છે કે, કોઈપણ જગ્યાએ પાણીના પાઉચનું વેચાણ કરવું નહી. આથી છેલ્લા કેટલાક મહિનાઓથી પીવાનું પાણી બોટલોમાં વેચાણ થઈ રહ્યું છે.

કાંકરેજ@પ્રદૂષણઃ પ્રતિબંધ છતાં પાણીના પાઉચનો ધીકતો ધંધો, તંત્ર બેધ્યાન
Advertisement

જોકે, બનાસકાંઠાના થરા સહિત અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ફે્ક્ટરી મારફત પાણીના પાઉચ પહોંચી રહ્યા છે. પાણીના પાઉચ ફેંકી દેવાતા પ્રદૂષણ દ્વારા ગ્લોબલ વોર્મિંગને અસર થાય છે. આથી પ્રાદેશિક પ્રદૂષણ કચેરી, થરા પાલિકા અને વહિવટીતંત્રની કામગીરી સામે સવાલો સ્વાભાવીક બન્યા છે.

કાંકરેજ@પ્રદૂષણઃ પ્રતિબંધ છતાં પાણીના પાઉચનો ધીકતો ધંધો, તંત્ર બેધ્યાન
જાહેરાત