ખળભળાટ@મોડાસા: કોરોનાના દર્દી હોસ્પિટલમાંથી ભાગ્યાં, 4 શંકાસ્પદો ફરાર

અટલ સમાચાર,મોડાસા કોરોનાના કહેર વચ્ચે મોડાસાની હોસ્પિટલમાંથી 2 પોઝિટીવ અને 4 શંકાસ્પદ મળી કુલ 6 ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. જોકે બાદમાં પોલીસે કોરોના પોઝિટીવના બે દર્દીને ઝડપી પાડ્યા હતા. જોકે ચાર શંકાસ્પદ લોકોના રીપોર્ટ હજી આવ્યા ન હોઇ ચિંતાનો વિષય બન્યો છે. આ તરફ પોલીસે ફરાર ચારેય દર્દીઓને શોધવા કવાયત હાથ ધરી
 
ખળભળાટ@મોડાસા: કોરોનાના દર્દી હોસ્પિટલમાંથી ભાગ્યાં, 4 શંકાસ્પદો ફરાર

અટલ સમાચાર,મોડાસા

કોરોનાના કહેર વચ્ચે મોડાસાની હોસ્પિટલમાંથી 2 પોઝિટીવ અને 4 શંકાસ્પદ મળી કુલ 6 ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. જોકે બાદમાં પોલીસે કોરોના પોઝિટીવના બે દર્દીને ઝડપી પાડ્યા હતા. જોકે ચાર શંકાસ્પદ લોકોના રીપોર્ટ હજી આવ્યા ન હોઇ ચિંતાનો વિષય બન્યો છે. આ તરફ પોલીસે ફરાર ચારેય દર્દીઓને શોધવા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસાની કોવીડ-19 હોસ્પિટલમાંથી સોમવારે કોરોનાના શંકાસ્પદ સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયેલા 4 દર્દી ફરાર થઈ ગયા હતા. જ્યારે અન્ય બે પોઝિટિવ દર્દીઓ પણ તંત્રને હાથતાળી આપી નાસી છુટ્યા હતા. જોકે બન્ને પોઝિટિવ દર્દીને ઝડપી પાડવામાં આવ્યા છે. દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી છુટતાં તંત્રમાં ભારે દોડદામ મચી ગઈ હતી. પોલીસવડા સહિત LCB, SOG ટીમે હોસ્પિટલને બાનમાં લઈ ભાગી છુટનારની તપાસ હાથ ધરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઘટના બાદ કોવીડ હોસ્પિટલ આગળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસવડા સહિત LCB, SOG ટીમે હોસ્પિટલને બાનમાં લઈ ભાગી છુટનારની તપાસ હાથ ધરી છે. નોંધનિય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 2066 પોઝિટીવ કેસ નોંધાઇ ચુક્યા છે. આ સાથે કુલ 77 લોકોના મોત નિપજ્યા છે.