આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર શહેરમાં આવેલ યુવાનને કોરોના વાયરસને કારણે હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યો હતો. જેનો 14 દિવસનો સમયગાળો પૂર્ણ થતાં જ જવાનજોધ યુવાને આત્મહત્યા કરી લીધી છે. લોકડાઉન વચ્ચે યુવાને આપઘાત કર્યાની સૌપ્રથમ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. કોરોના વાયરસ ન હોવાની ખાત્રી છતાં ટાઇલ્સના વેપારીએ આપઘાત કરતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરટીઓ નજીકની સત્યમ સોસાયટીમાં રહેતો વિનોદ પરસોત્તમ ચોરસિયા નામનો યુવાન ગત 14 માર્ચે મોરબીથી પરત આવ્યો હતો. ટાઇલસના ધંધાર્થે મોરબીથી પરત આવ્યા બાદ કોરોના વાયરસને લીધે જિલ્લા આરોગ્ય તંત્રએ હોમ ક્વોરોન્ટાઈન કર્યો હતો. શંકાસ્પદ દર્દી હોવાનો સમયગાળો પૂર્ણ થયા બાદ યુવાન ક્વોરોન્ટાઈનથી મુક્ત થયો હતો. જોકે આજે અગમ્ય કારણોસર ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિજનોને આભ ફાટી પડ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આપઘાત કરનાર વિનોદ ચોરાસિયા સરેરાશ 30 વર્ષની ઉંમરનો હતો. મોરબીથી આવ્યો હોઇ 14 દિવસ ઘરમાં જ રહેવા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. 14 દિવસના અંતે કોરોના વાયરસનો લક્ષણો ન હોવાની ખાત્રી મળી હતી. જોકે આજે બપોરે 2 વાગ્યાના સુમારે ઘરમાં જ આપઘાત કરી લેતાં વહીવટી તંત્ર ચોંકી ગયું છે. લોકડાઉન દરમ્યાન શંકાસ્પદ કારણોસર આત્મહત્યા કર્યાની આ સૌપ્રથમ ઘટના હોઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code