મુંઝવણ@ભાભર: સરપંચ સંવાદમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, ઓનલાઇન વિડીયો જોઇ હજારો લોકો ગેરમાર્ગે

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર ગુજરાતમાં મહિલા સશક્તિકરણ વચ્ચે અનેક ગામોમાં સરપંચ તરીકે મહિલાઓને સ્થાન મળ્યું છે. જોકે ભાભર તાલુકાના એક ગામે ગુજરાતના જ એક અધિકારીએ કરેલો સરપંચ સંવાદ ચોંકાવનારો બન્યો છે. સુઇગામ તાલુકા પંચાયતના ભૂતપુર્વ ટીડીઓએ ભાભર તાલુકાના એક ગામે સરપંચ સંવાદ યોજ્યો હતો. આ સંવાદના વિડીયોમાં સરપંચ તરીકે જેનો પરીચય આપ્યો અને સરપંચ
 
મુંઝવણ@ભાભર: સરપંચ સંવાદમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, ઓનલાઇન વિડીયો જોઇ હજારો લોકો ગેરમાર્ગે

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર

ગુજરાતમાં મહિલા સશક્તિકરણ વચ્ચે અનેક ગામોમાં સરપંચ તરીકે મહિલાઓને સ્થાન મળ્યું છે. જોકે ભાભર તાલુકાના એક ગામે ગુજરાતના જ એક અધિકારીએ કરેલો સરપંચ સંવાદ ચોંકાવનારો બન્યો છે. સુઇગામ તાલુકા પંચાયતના ભૂતપુર્વ ટીડીઓએ ભાભર તાલુકાના એક ગામે સરપંચ સંવાદ યોજ્યો હતો. આ સંવાદના વિડીયોમાં સરપંચ તરીકે જેનો પરીચય આપ્યો અને સરપંચ સમજી જેનો ઇન્ટરવ્યું લીધો તે વ્યક્તિ હકીકતે સરપંચ ન હોવાથી હજારો લોકો ગેરમાર્ગે દોરાઇ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુંઝવણ@ભાભર: સરપંચ સંવાદમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, ઓનલાઇન વિડીયો જોઇ હજારો લોકો ગેરમાર્ગે

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના સુથારનેસડી ગામે સરપંચ તરીકે હીનાબેન ગજ્જર કાર્યરત છે. આ ગામમાં વિકાસના કામો ખૂબ થયા હોવાની વિગતો મેળવી ગુજરાત સરકારના મહિલા અધિકારીએ સરપંચ સંવાદ યોજવા નક્કી કર્યુ હતુ. સુઇગામ તાલુકા પંચાયતના ભૂતપુર્વ ટીડીઓ અને હાલ ગાંધીનગર ખાતે કાર્યરત કાજલબેન આંબલિયાએ આ સુથારનેસડી ગામે ગત 5 સપ્ટેમ્બરે સરપંચ સંવાદ કર્યો હતો. સંવાદને જાહેર જનતાં સુધી પહોંચાડવા કાજલ આંબલિયાએ પોતાના ફેસબુક પેજ પર લાઇવ કર્યુ હતુ. જોકે આ તમામ બાબતોનો અભ્યાસ કરતાં ચોંકાવનારી વિગત સામે આવી કે, અધિકારીએ જેનો ઇન્ટરવ્યું લીધો તે વ્યક્તિ સરપંચ છે જ નહી.

 સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહિલા અધિકારી કાજલ આંબલિયા 5 સપ્ટેમ્બરે સુથારનેસડી ગામે ગયા હતા. જ્યાં ગામના સરપંચ સહિતના આગેવાનોએ બનાવેલી લાયબ્રેરીમાં રૂબરૂ પહોંચી ફેસબુક લાઇવ કર્યુ હતુ. આ કાર્યક્રમને સરપંચ સંવાદ નામ આપી સરપંચના કામો અંગે ચર્ચા કરી હતી. જોકે જેની સાથે ચર્ચા કરી તે વ્યક્તિ દિનેશ ગજ્જર છે, પરંતુ તેઓ સરપંચ નથી. હકીકતે સરપંચ તરીકે દિનેશ ગજ્જરના ભાઇની પત્નિ હીનાબેજ ગજ્જર કાર્યરત છે. આવી સ્થિતિમાં મહિલા અધિકારી કાજલ આંબલિયાએ જેને સરપંચ સમજી ઇન્ટરવ્યું લીધો અને આ ઇન્ટરવ્યું વિડીયો જેણે લાઇવ અને લાઇવ બાદ જોયો તેઓ ગેરમાર્ગે દોરાયા છે.

મુંઝવણ@ભાભર: સરપંચ સંવાદમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, ઓનલાઇન વિડીયો જોઇ હજારો લોકો ગેરમાર્ગે

અધિકારીને મે કહ્યું નહોતું, સરપંચ મહિલા છે: દિનેશ ગજ્જર

સમગ્ર બાબતે સુથારનેસડી ગામના દિનેજ ગજ્જર સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે, ગામમાં વિકાસનો કામો ખૂબ થયા હોઇ અન્ય સરપંચોને પ્રેરણા મળે તે માટે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં આવેલા અધિકારી કાજલ આંબલિયાને ગામના સરપંચ તરીકે હકીકતે હીનાબેન હોવાનું જણાવવામાં આવ્યુ નહોતુ.

મુંઝવણ@ભાભર: સરપંચ સંવાદમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, ઓનલાઇન વિડીયો જોઇ હજારો લોકો ગેરમાર્ગે
સોશિયલ મીડિયામાં વાયરલ ફોટા 

હું તો તે વખતે પણ સરપંચ સમજી હતી અને આજે પણ તે ભાઇને સરપંચ સમજુ છુ: કાજલ આંબલિયા

આ તરફ સુથાર નેસડી ગામે ઇન્ટરવ્યું એટલે કે સંવાદ માટે ગયેલા કાજલ આંબલિયાને પુછતાં જણાવ્યું હતુ કે, તે વખતે અને આજે પણ સરપંચ તરીકે તે ભાઇ હોવાનું મને લાગે છે. મને ખબર નથી કે, સરપંચ કોઇ મહિલા છે. આ કાર્યક્રમ અન્ય સરપંચોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે કર્યો હતો.

મુંઝવણ@ભાભર: સરપંચ સંવાદમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, ઓનલાઇન વિડીયો જોઇ હજારો લોકો ગેરમાર્ગે