ખળભળાટ@કચ્છ: બેંકના 100 કરોડના કૌભાંડમાં 26 આરોપીઓના નામ ખુલ્યાં

અટલ સમાચાર, ભુજ કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે મોટો ધડાકો કર્યો છે. જેન્તી ઠક્કર ડુમરા સાથે સંકળાયેલા આ લોન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે બે સસ્પેન્ડેડ બેંક મેનેજર સહિત 25 આરોપીઓની ધરપકડ કરી છે. સીઆઇડી ક્રાઇમના ડીજીપી ગૌતમ પરમાર દ્વારા જેન્તી ભાનુશાલી હત્યા કેસના આરોપી જેન્તી ડુમરાની ધરપકડ દરમ્યાન કરાયેલી પૂછપરછના પગલે આ બહુચર્ચિત
 
ખળભળાટ@કચ્છ: બેંકના 100 કરોડના કૌભાંડમાં 26 આરોપીઓના નામ ખુલ્યાં

અટલ સમાચાર, ભુજ

કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે મોટો ધડાકો કર્યો છે. જેન્તી ઠક્કર ડુમરા સાથે સંકળાયેલા આ લોન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે બે સસ્પેન્ડેડ બેંક મેનેજર સહિત 25 આરોપીઓની ધરપકડ કરી છે. સીઆઇડી ક્રાઇમના ડીજીપી ગૌતમ પરમાર દ્વારા જેન્તી ભાનુશાલી હત્યા કેસના આરોપી જેન્તી ડુમરાની ધરપકડ દરમ્યાન કરાયેલી પૂછપરછના પગલે આ બહુચર્ચિત લોન કૌભાંડની તપાસ કરાઈ હતી. જેમાં ડીજીપી ગૌતમ પરમારની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં 25 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખેતી, પશુપાલનના ઓઠા તળે આ બેંક લોન મેળવીને એક જ દિવસે તમામ રકમ ઉપાડી લેવાઈ હતી. સીઆઇડી ક્રાઇમ દ્વારા એક સામટી કરાયેલી ધરપકડ વચ્ચે એવી પણ ચર્ચા છે કે, અમુક વ્યક્તિઓની જાણ બહાર તેમના નામે લોન લેવાઈ ગઈ હતી. જે અંગે બેન્કની નોટિસ મળ્યા બાદ ખુલાસો પણ કરાયો હતો. આ કૌભાંડ બે વર્ષથી આચરવામાં આવી રહ્યું હતું અને ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપી જયંતિ ઠક્કરની પૂછપરછ દરમિયાન સમગ્ર વિગતો બહાર આવી છે.

આરોપીઓના નામ 

  • જુમ્મા ઇબ્રાહિમ સંગાર, રહે. છાછી, તા. અબડાસા
  • હરીશચંદ્રસિંહ ચંદુભા જાડેજા, રહે. કોકલીયા, તા. માંડવી
  • ભુપતસિંહ ચતુરસિંહ જાડેજા, રહે. ભુજ (બ્રાન્ચ મેનેજર, માંડવી)
  • પ્રાગજી જશાજી મોડ, રહે. છાછી, તા. અબડાસા
  • સંજય રમેશચંદ્ર ત્રિપાઠી. રહે. ભુજ (બ્રાન્ચ મેનેજર, કોઠારા)
  • છત્રસિંહ હાજુભા જાડેજા, રહે. કોકલીયા, તા. માંડવી
  • ટોકરશી પ્રાગજી ઠક્કર, રહે. ભુજ
  • ચંદુભા સુમરાજી જાડેજા, રહે. કોકલીયા, તા. માંડવી
  • પ્રવિણસિંહજી તેજમલજી સોઢા, રહે. કોકલીયા, તા. માંડવી
  • નવીન બી. ગુંસાઇ, રહે. કોકલીયા, તા. માંડવી
  • વીરા સાયા ગઢવી, રહે. ડુમરા, તા. અબડાસા
  • ખેંગારજી હાજાજી ચૌહાણ, રહે. દોઢીયા, તા. માંડવી
  • કરશન શામજી મહેશ્વરી, રહે. ડુમરા. તા. અબડાસા
  • રામજી ધરમશી ભાનુશાળી, રહે. ચીયાસર, તા. અબડાસા
  • સુરેન્દ્રસિંહ નટુભા, રહે. ભોજાય, તા. માંડવી
  • કરસન ભચુ સંગાર, રહે. ભોજાય, તા. માંડવી
  • ગીરીરાજસિંહ કનુભા જાડેજા, રહે. નારણપર, તા. અબડાસા
  • મામદ સુમાર કુંભાર, રહે. સાંભરાઇ, તા. માંડવી
  • હુશેન મામદ કુંભાર, રહે. સાંભરાઇ, તા. માંડવી
  • લધા હાજા સંગાર, રહે. ભોજાય, તા. માંડવી
  • કેશવ ખેરાજ મહેશ્વરી, રહે. મોટા કરોડીયા, તા. અબડાસા
  • ડાહ્યા વાલા ગઢવી, રહે. મોટા કરોડીયા. તા. અબડાસા
  • માણસી ધનજી, રહે. ભોજાય, તાં. માંડવી
  • અશોક શામજી પલણ, રહે. સાંભરાઇ, તા. માંડવી
  • કરણસિંહ નટુભા જાડેજા, રહે, ખીરસરા (કોઠાર), તા. અબડાસા
  • જયંતીલાલ ગાગજી ભાનુશાલી, રહે. ચીયાસર, તા. અબડાસા