ખળભળાટ@મહેસાણા: પેટાચુંટણીના કલાકો પહેલા 15 લાખનો દારૂ ઝડપાયો

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) મહેસાણામાં પેટાચુંટણીના કલાકો પહેલા જ પોલીસે દૂઘના ટેન્કરમાંથી વિદેશી દારૂનો અધધધ.. કહી શકાય તેટલો 15,31,200 લાખનો જથ્થો ઝડપી પાડ્યો છે. મહેસાણા પોલીસે કુલ 30,44,100 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી અન્ય એક સહિત કુલ ત્રણ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા જીલ્લા પોલીસવડા મનીષસિંહની સુચનાથી અને એલસીબી PI એસ.એસ.નિનામાના
 
ખળભળાટ@મહેસાણા: પેટાચુંટણીના કલાકો પહેલા 15 લાખનો દારૂ ઝડપાયો

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) 

મહેસાણામાં પેટાચુંટણીના કલાકો પહેલા જ પોલીસે દૂઘના ટેન્કરમાંથી વિદેશી દારૂનો અધધધ.. કહી શકાય તેટલો 15,31,200 લાખનો જથ્થો ઝડપી પાડ્યો છે. મહેસાણા પોલીસે કુલ 30,44,100 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી અન્ય એક સહિત કુલ ત્રણ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખળભળાટ@મહેસાણા: પેટાચુંટણીના કલાકો પહેલા 15 લાખનો દારૂ ઝડપાયો

મહેસાણા જીલ્લા પોલીસવડા મનીષસિંહની સુચનાથી અને એલસીબી PI એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી દારૂની હેરાફેરી અટકાવવા વોચ ગોઠવી હતી. આ દરમ્યાન પોલીસે બાતમીને આધારે ફતેપુરા બાયપાસ નજીકથી પાલનપુરથી મહેસાણા તરફ આવતુ એેક દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે વિદેશી દારૂની પેટી નંગ-360 બોટલ નંગ-8952 કિ.રૂ.15,31,200 જપ્ત કર્યો છે. આ સાથે ટેન્કર કિ.રૂ.15,00,000 રોકડ રકમ રૂ.2400, મોબાઇલ ફોન કિ.રૂ.10,500 મળી કુલ રૂ.30,44,100 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહત્વનું છે કે, પોલીસને બાતમી મળી હતી કે, દૂધના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી છે. જે આધારે પોલીસે વોચ ગોઠવી તપાસ કરતા GJ 12 AY 1576 નંબરના ટેન્કરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે બે આરોપીની અટકાયત અને રામસીંહ જાટ રહે. બાડમેર, રાજસ્થાન વાળા સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ 

  • જાટ દેરાજરામ ધનારામ રહે. પનોનીઘાટ રાવલો કી ધાણી તા.ગુડામલાણી જી.બાડમેર (રાજસ્થાન)
  • જાટ દેવારામ પદમારામ રહે.જોગેશ્વર પોસ્ટ.ગરલ તા.જી. બાડમેર (રાજસ્થાન)