ખળભળાટ@રાધનપુર: મહિલા ચીફ ઓફિસરનુ શૌચાલય કાંડ, ગંભીર આક્ષેપ

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસના ફફડાટ વચ્ચે આજે રાધનપુર પાલિકાની સામાન્ય સભા મળી હતી. સત્તાધિન કોંગી કોર્પોરેટરો અને વહીવટી અધિકારીઓએ બજેટ બેઠક કર્યા સામે ચોંકાવનારી સ્થિતિ બની છે. ભાજપી નગરસેવકે કોરોનાને પગલે બેઠક રદ્દ કરવાની માંગ કરી હતી. જેની અવગણના થયા બાદ મહિલા ચીફ ઓફિસર શૌચાલય કાંડ કરતા હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. જેનાથી વહીવટની
 
ખળભળાટ@રાધનપુર: મહિલા ચીફ ઓફિસરનુ શૌચાલય કાંડ, ગંભીર આક્ષેપ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસના ફફડાટ વચ્ચે આજે રાધનપુર પાલિકાની સામાન્ય સભા મળી હતી. સત્તાધિન કોંગી કોર્પોરેટરો અને વહીવટી અધિકારીઓએ બજેટ બેઠક કર્યા સામે ચોંકાવનારી સ્થિતિ બની છે. ભાજપી નગરસેવકે કોરોનાને પગલે બેઠક રદ્દ કરવાની માંગ કરી હતી. જેની અવગણના થયા બાદ મહિલા ચીફ ઓફિસર શૌચાલય કાંડ કરતા હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. જેનાથી વહીવટની બાબતે ગંભીર સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાની આજે બજેટ સભા મળી હતી. જેમાં એજન્ડા મુજબની કામગીરી હાથ ધરી હતી. જોકે દેશભરમાં કોરોના વાયરસ સામે અફરાતફરી જેવો માહોલ હોવા છતાં સભા બોલાવી હતી. જેની સામે ભાજપી નગરસેવક અંકુર જોશીએ સભા રદ્દ કરવા પત્ર લખ્યો હતો. જેની સામે પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતનાએ બેઠક યથાવત રાખી હતી. આથી અંકુર જોશીએ સભાના આશય સામે ચોંકાવનારો આક્ષેપ કરી દેતાં હડકંપ મચી ગયો છે. મહિલા ચીફ ઓફિસર શૌચાલય કાંડ કરી રહ્યાનો ગંભીર આક્ષેપ થયો છે.

ખળભળાટ@રાધનપુર: મહિલા ચીફ ઓફિસરનુ શૌચાલય કાંડ, ગંભીર આક્ષેપસૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલા ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન શહેરી શૌચાલય યોજના હેઠળ મોટો કાંડ કરતાં હોવાનો આક્ષેપ અંકુર જોશીએ કર્યો છે. કોરોના વાયરસ સામે સભા રદ્દ નહિ કરીને રાજકીય અને વહીવટી સત્તાધીશો સંગીન ઈરાદો પાર પાડવા ઈચ્છતા હોવાનો ગંભીર આક્ષેપ કરી દીધો છે. આવી સ્થિતિમાં બજેટ સભાના સમાચારને બદલે બેઠકનો ઈરાદો મુખ્ય સમાચાર બની ગયો છે.