ખળભળાટ@સિધ્ધપુર: મુંબઈથી આવેલા 3 વ્યક્તિએ 7ને ચેપ લગાવ્યો, આખું ગામ કેદ

અટલ સમાચાર, સિધ્ધપુર સિધ્ધપુર તાલુકામાં આજે વધુ 7 કેસ પોઝીટીવ આવતાં સૌથી મોટો ખળભળાટ મચી ગયો છે. મુંબઈથી આવેલા 3 ઈસમોએ કુટુંબના જ વ્યક્તિઓને ચેપગ્રસ્ત કર્યા હોવાનું સામે આવ્યું છે. કોરોના દર્દીઓની સંખ્યા 10 થઈ જતાં આખું ગામ ઘરમાં કેદ કરવામાં આવ્યું છે. કરફ્યુ હોય તેમ ઘરના દરવાજાની બહાર પગ મૂકવા પણ પ્રતિબંધ કર્યો છે.
 
ખળભળાટ@સિધ્ધપુર: મુંબઈથી આવેલા 3 વ્યક્તિએ 7ને ચેપ લગાવ્યો, આખું ગામ કેદ

અટલ સમાચાર, સિધ્ધપુર

સિધ્ધપુર તાલુકામાં આજે વધુ 7 કેસ પોઝીટીવ આવતાં સૌથી મોટો ખળભળાટ મચી ગયો છે. મુંબઈથી આવેલા 3 ઈસમોએ કુટુંબના જ વ્યક્તિઓને ચેપગ્રસ્ત કર્યા હોવાનું સામે આવ્યું છે. કોરોના દર્દીઓની સંખ્યા 10 થઈ જતાં આખું ગામ ઘરમાં કેદ કરવામાં આવ્યું છે. કરફ્યુ હોય તેમ ઘરના દરવાજાની બહાર પગ મૂકવા પણ પ્રતિબંધ કર્યો છે. આરોગ્ય તંત્રએ શંકાસ્પદોની વધુ યાદી તૈયાર કરવા મથામણ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના નેદરા ગામમાં કોરોનાનો કાળો કેર સામે આવ્યો છે. જિલ્લામાં સૌપ્રથમ કોરોના દર્દી લુકમાન સાથે આવેલા નેદરા ગામના 3 વ્યક્તિને કારણે તેમનાં જ કુટુંબના 7 વ્યક્તિને ચેપ લાગ્યો છે. 20 વર્ષની યુવતીથી માંડીને 80 વર્ષના કાકા પણ કોરોના પોઝીટીવ આવ્યા છે. એકસાથે 7 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવતાં ચકચાર અને સન્નાટો મચી ગયો છે. આથી જિલ્લા તંત્ર દ્વારા નેદરા ગામના શંકાસ્પદો શોધી દેથળી સ્થિત સેન્ટરમાં ક્વોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. આ 7 વ્યક્તિને કારણે વધુ 25 શંકાસ્પદ કેસ બન્યા હોઇ સૌથી મોટી દોડધામ મચી ગઇ છે.

ખળભળાટ@સિધ્ધપુર: મુંબઈથી આવેલા 3 વ્યક્તિએ 7ને ચેપ લગાવ્યો, આખું ગામ કેદ

સૂત્રોએ જણાવ્યું હતું કે, નેદરા ગામને સંપૂર્ણ લોક કરી જડબેસલાક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આખા ગામને ઘરની બહાર પગ મૂકવાની મનાઇ છે. દૂધની થેલી કે શાકભાજી પણ લેવા પ્રતિબંધ મૂક્યો છે. સિધ્ધપુર તાલુકામાં હજુ વધુ કેસ પોઝીટીવ આવી શકે તેવી સંભાવનાને પગલે લોકડાઉન અત્યંત કડક કરી દીધું છે. આ સાથે 14 એપ્રિલ પછી લોકડાઉન લંબાય તેવી પ્રબળ સંભાવના જોતાં સિધ્ધપુર તાલુકા માટે હજુ એક મહિનો ઘરની અંદર રહેવું પડે છે.