ખળભળાટ@થરાદ: કેનાલમાં ભ્રષ્ટાચારની લોકયુક્તમાં ધારાસભ્યની ફરીયાદ

અટલ સમાચાર, મહેસાણા થરાદના ધારાસભ્યએ કેનાલોમાં ગાબડાંને લઇ ગુજરાત લોકાયુક્તને પત્ર લખી ફરીયાદ કરી છે. ધારાસભ્યએ જણાવ્યુ છે કે, બનાસકાંઠા જીલ્લામાંથી નીકળેલ નર્મદા મુખ્ય નહેરમાંથી જીલ્લામાં સિંચાઇ અર્થે પાણી માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્રારા વિવિધ કેનાલોની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં વેજપુર, માલસણ, ઢીમા, ગડસિસર તથા માડકા ડિસ્ટ્રિબ્યુટર કેનાલો તથા તેમાંથી નીકળતી તમામ માઇનોર
 
ખળભળાટ@થરાદ: કેનાલમાં ભ્રષ્ટાચારની લોકયુક્તમાં ધારાસભ્યની ફરીયાદ

અટલ સમાચાર, મહેસાણા

થરાદના ધારાસભ્યએ કેનાલોમાં ગાબડાંને લઇ ગુજરાત લોકાયુક્તને પત્ર લખી ફરીયાદ કરી છે. ધારાસભ્યએ જણાવ્યુ છે કે, બનાસકાંઠા જીલ્લામાંથી નીકળેલ નર્મદા મુખ્ય નહેરમાંથી જીલ્લામાં સિંચાઇ અર્થે પાણી માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્રારા વિવિધ કેનાલોની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં વેજપુર, માલસણ, ઢીમા, ગડસિસર તથા માડકા ડિસ્ટ્રિબ્યુટર કેનાલો તથા તેમાંથી નીકળતી તમામ માઇનોર તથા સબ માઇનોર કેનાલોની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાથી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં ગાબડાં પડવાનો સીલસીલો યથાવત છે. જેને લઇ થરાદના કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે લોકાયુકતમાં પત્ર લખી ફરીયાદ કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, થરાદ, વાવ, સુઇગામ તથા ભાભર તાલુકાઓ માંથી પસાર થતી નર્મદા નહેરમાંથી વેજપુર, માલસણ, ઢીમા,ગડસિસર તથા માડકા શાખાઓ જેવી ડિસ્ટ્રિબ્યુટર કેનાલો તથા તેમાંથી નીકળતી તમામ માઇનોર તથા સબ માઇનોર કેનાલોની કામગીરી થયેલ જેમાં આર.સી.સી કામગીરીની ગુણવત્તા જળવાયેલ નથી અને હલકા પ્રમાણમાં કામગીરી કરવામાં આવેલ છે. જેની સઘન તપાસ કરવામાં આવે તો રીઢા અધિકારીઓ અને ઠેકેદારોઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.

ખળભળાટ@થરાદ: કેનાલમાં ભ્રષ્ટાચારની લોકયુક્તમાં ધારાસભ્યની ફરીયાદ

ગુલાબસિંહ રાજપુતે જણાવ્યુ હતુ કે, નર્મદાના જે અધિકારીઓ અને ઠેકેદારઓની મિલીભગતથી સ્થળ ઉપર કામો થયેલ છે. જેમાં જે તે અધિકારીઓએ સ્થળ ચકાસણી કર્યો વગર એસી.સી.કેબિનમાં બેસી ખોટામાપો લખી સરકારી તિજોરીના નાણાં ચાઉ કરેલ છે. આવી હલકી ગુણવત્તા યુક્ત કામગીરીના કારણે આ તમામ નહેરોમાં રોજબરોજ ગાબડા પડે છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનું વારો આવેલ છે. સ્થળ ઉપર અંદાજો તથા ટેન્ડર સ્પેશિફિકેશન મુજબ કામગીરી થયેલ નથી. જેથી સંવેદનસીલ સરકારમાં મોટાપાયે ભય વગર ભ્રષ્ટ્રાચાર થયેલ છે.