આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,વાવ

વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્ન હોઇ અનેક મહેમાનો દોડી આવ્યા છે. જેમાં પૂર્વ કોંગ્રેસી અલ્પેશ ઠાકોર અને ભાજપના પુર્વ ધારાસભ્ય શંકર ચૌધરીની હાજરીથી અનેક તર્ક-વિર્તક શરૂ થયા છે. આગામી 23 મે બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાનો હોવાની તીવ્ર સંભાવનાને પગલે કોંગ્રેસ માટે આજનો પ્રસંગ ચિંતાનો વિષય બન્યો છે.

બનાસકાંઠાના ભાભરથી તનવડ ગામે ગેનીબેન ઠાકોરના પુત્રની જાન પહોંચી હતી. આ દરમ્યાન અનેક સામાજીક અને સંબંધી મહેમાનો સાથે રાજકીય આગેવાનોની સુચક હાજરીથી ગરમાવો આવી ગયો છે. લગ્નપ્રસંગમાં વાવના પૂર્વ ધારાસભ્ય અને ભાજપી આગેવાન શંકર ચૌધરી ઉપસ્થિત રહયા હતા. આ સાથે પૂર્વ કોંગ્રેસી આગેવાન અને રાધનપુર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની સામાજીક અને રાજકીય હાજરીથી પંથકમાં ચર્ચા વધી ગઇ છે.

marutinadan restorant

આ અંગે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યુ હતુ કે, સામાજીક કારણોસર લગ્નપસંગમાં હાજરી આપી હોઇ શકે છે. આ સાથે લગ્નમાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની હાજરીથી કોઇ ચિંતા નહી હોવાનું ઉમેર્યુ હતુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code