ખળભળાટ@વિજાપુર: અરજદારે કચેરીમાં જઈ મામલતદારને લાફો માર્યો

અટલ સમાચાર, વિજાપુર કોરોના મહામારીને તાલુકા અને જિલ્લા તંત્ર મથામણમાં છે. આ દરમ્યાન વિજાપુર મામલતદાર કચેરીએ પાસ રિન્યુ કામે સ્થાનિક સંસ્થાના અરજદારો પહોંચ્યા હતા. જેમાં પાસ રિન્યુની વાત કરતા મામલતદારે આગામી 3 મેં સુધી ચાલશે તેવું જણાવ્યું હતું. આ વાતચીતમાં અચાનક વળાંક આવતાં મુસ્લિમ અરજદારો રોષે ભરાયાં હતાં. જેમાં એક અરજદારે નાયબ મામલતદાર અને મામલતદારને
 
ખળભળાટ@વિજાપુર: અરજદારે કચેરીમાં જઈ મામલતદારને લાફો માર્યો

અટલ સમાચાર, વિજાપુર

કોરોના મહામારીને તાલુકા અને જિલ્લા તંત્ર મથામણમાં છે. આ દરમ્યાન વિજાપુર મામલતદાર કચેરીએ પાસ રિન્યુ કામે સ્થાનિક સંસ્થાના અરજદારો પહોંચ્યા હતા. જેમાં પાસ રિન્યુની વાત કરતા મામલતદારે આગામી 3 મેં સુધી ચાલશે તેવું જણાવ્યું હતું. આ વાતચીતમાં અચાનક વળાંક આવતાં મુસ્લિમ અરજદારો રોષે ભરાયાં હતાં. જેમાં એક અરજદારે નાયબ મામલતદાર અને મામલતદારને લાફો ચોડી દેતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે મામલતદાર કચેરી પરિસરમાં દોડધામ મચી હોઇ તાત્કાલિક પોલીસ બોલાવી અટક કરાવી હતી. કર્મચારીએ ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિજાપુર મામલતદાર કચેરીમાં આજે મારામારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકડાઉનને લઇ કચેરીમાં મામલતદાર જી.કે.પટેલ, નાયબ મામલતદાર કાર્તિકસિંહ વિહોલ, નાયબ મામલતદાર મોહબતસિંહ ચાવડા, ના.મામલતદાર ધવલસિંહ વાઘેલા, સેવક પ્રવિણભાઇ ગોહિલ અને મહેન્દ્રભાઇ ઠાકોર સહિત કેટલાક અરજદારો પણ હતા. આ દરમ્યાન વિજાપુરના સૈયદ તાબિસ તલતમમહેમુદ અને સૈયદ મહમદતબરેઝ તલમતમહેમુદ કોરોના દરમ્યાન પાસ રીન્યુ કરાવવા આવ્યા હતા. જોકે મામલતદારે કાર્તિકસિંહે પાસ રીન્યુ કરવાની કોઇ જરૂર ન હોઇ અને આગામી લોકડાઉન પુર્ણ ન થાય ત્યાં સુધી પાસ ચાલશે તેમ જણાવ્યુ હતુ. આ દરમ્યાન અચાનક મામલો બિચક્યો હોઇ લાફાવાળી થતાં ચકચાર મચી ગઇ છે.

ખળભળાટ@વિજાપુર: અરજદારે કચેરીમાં જઈ મામલતદારને લાફો માર્યો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કર્મચારી સાથેની વાતચીતમાં રોષે ભરાઈ બે ઇસમોએ નાયબ મામલતદારનો શર્ટ ફાડી પગથિયાથી નીચે ઉતારી લાફો ઝીંકી દીધો હતો. આ દરમ્યાન મામલતદાર જી.કે.પટેલ વચ્ચે આવતા તેમને પણ લાફો મારી દેતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઇ અરજદારો સહિતનાએ બંને ઇસમોને પકડી કચેરીમાં બેસાડી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસ આવે તે પહેલા મહંમદઉમેર મુસ્તાકખાન પઠાણે કચેરી આવી ગાળાગાળી કરી લીધી હતી. આ પછી વિજાપુર પોલીસે દોડી આવી ત્રણેય ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. નાયબ મામલતદાર કાર્તિકસિંહે ત્રણ આરોપીઓ વિરૂધ્ધ વિજાપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે આઇપીસીની કલમ , ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ , મહામારી અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.