આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો
કુલપતિ
યુનિવર્સિટી

ગિરીશ જોશી, પાટણ 

અગાઉ પ્રોફેસર માં હતા ત્યારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ભરતી કરીને હિસાબોમાં ગોટાળા કર્યાની રજૂઆત

પાટણ વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ વિરુદ્ધ કથિત ઉચાપત મામલે ફરીયાદ દાખલ કરાઇ છે. ધારાસભ્ય અગાઉ પ્રોફેસર અને ઇન્ચાર્જ આચાર્ય હતા ત્યારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ઇન્ટરવ્યૂ કર્યા હતા. જેમાં આવક-ખર્ચના હિસાબોમાં ગોટાળા કરી કરોડોની રકમ ચાઉ કર્યાની પોલીસ ફરિયાદ પાટણ બી ડિવિઝન મથકે કુલપતિ બીએ પજાપતિએ નોંધાવતા રાજકીય ગરમાવો આવ્યો છે.

ઉત્તરગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં બહુ ગાજેલા બીએડ પ્રવેશ બાદ ફરી એકવાર ઘમાસાણ ઉગ્ર બન્યું છે. યુનિવર્સિટીએ તત્કાલીન પ્રોફેસર અને હાલના પાટણ ધારાસભ્ય કિરીટ પટેલને ગત ૧૪-૧૧-૨૦૧૮ ના રોજ નોટિસ ફટકારી ખાનગી કોલેજોમાં આવક અને જાવકના હિસાબો રજૂ કરવા જણાવ્યું હતું. જેના જવાબમાં કિરીટ પટેલે જણાવ્યા મુજબ ૨૮-૧૧-૨૦૧૮ ના રોજ હિસાબો ની વિગતો આપી દીધી હતી. આ દરમિયાન કિરીટ પટેલના ભાઈ દિલીપ પટેલને પ્રોફેસર માંથી સસ્પેન્ડ કર્યા બાદ યુનિવર્સિટી અને ધારાસભ્ય વચ્ચેનો જંગ વધી રહ્યો છે. સમગ્ર મામલે ભાજપે રાજકારણ રમી સ્થાનિક નેતાઓ મારફત દબાણ લાવી પરેશાન કરાતા હોવાનો આક્ષેપ ધારાસભ્ય કિરીટ પટેલે કર્યો છે. કુલપતિની ફરિયાદમાં કરોડોની રકમની ઉચાપત હોવાથી મામલો વધુ તેજ બન્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાટીદાર પાવર અને એન્ટી ઈન્કમ્બન્સીથી કોંગી ધારાસભ્ય કીરીટ પટેલ જંગી બહુમતીથી જીત્યા બાદ ભાજપે પણ વિવિધ દાવપેચ આદરીયા છે. કિરીટ પટેલે ભાજપના મહામંત્રી કે.સી પટેલ અને પૂર્વ ધારાસભ્ય રણછોડ રબારી દ્વારા ચાલ ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાજપ અને કોંગ્રેસના રાજકારણમાં સત્તાનો ઉપયોગ અને દુરુપયોગ થતો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code