આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ગીરીશ જોશી

ઠાકોરસેનાના નારાજ આગેવાનોનું દબાણ સહન ન કરી શકતા અલ્પેશે નવી ટીમ બનાવી દીધી છે. નવા હોદેદારોની નિમણુંક કરી આંતરિક નારાજગીનો ઝઘડો હાલ પુરતો દબાવી દીધો છે. જોકે નારાજ આગેવાનો હવે રાજકીય મથામણમાં લાગ્યા છે. આથી લોકસભા ચુંટણી અગાઉ ઠાકોરસેના-ર બને તો નવાઇ નહી.

ઠાકોરસેનાના સર્વેસર્વા અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની વાત ઉપર પુર્ણવિરામ આવી ગયુ છે. હકીકતે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડવાની અટકળો સેનાના આંતરિક ઝઘડાથી બહાર આવી હતી. છેલ્લા કેટલાંક મહિનાઓથી કોંગ્રેસમાં જવાબદારી લેવા દબાણ કરતા ઠાકોરસેનાના આગેવાનોની મહેનત કામ લાગી નથી. અલ્પેશ ઠાકોરે અચાનક જ નવી ટીમ બનાવી ઠાકોરસેનાના નારાજ આગેવાનોને ઝાટકો આપી દીધો છે.

આ તરફ લાલઘૂમ બનેલા સેનાના આગેવાનો રાજકીય મથામણમાં નિષ્ફળ જતાં નવી દીશા તરફ વળે તેમ છે. કોંગ્રેસમાં પદ નહી મળતા અને અલ્પેશ ઠાકોરે નજરઅંદાજ કરતા આગેવાનો લોકસભા ચૂંટણી અગાઉ ઠાકોરસેના-ર બનાવે તેવી પ્રબળ સંભાવનાઓ ઉભી થઇ છે. સુત્રોએ જણાવ્યું હતુ કે, નારાજ આગેવાનો રણનિતિક તૈયારીમાં હોવાથી અત્યારે ફંડીગનો પ્રશ્ન હલ કરવા ઉપર કામ કરી રહયા છે. આથી આગામી બે થી ત્રણ મહિના દરમ્યાન ઠાકોર સમાજના મતોમાં ગાબડું પાડે તેવા એંધાણ બની શકે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code