આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના પૂર્વ જિલ્લા પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસના મંત્રી મહેશભાઈ ચમનભાઈ આહીરે પોતાના માથામાં લાયસન્સવાળી ગનથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. ગત ૪ તારીખે રાત્રે 10 વાગ્યાના આસપાસ મહેશભાઈએ તેમની સવાસર નાકે આવેલી ઓફિસમાં માથામાં જમણી બાજુ ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
તબિયત નાજૂક બનતાં મહેશભાઇને રાજકોટમાં આવેલી સ્ટર્લિગ હોસ્પિટલમાં ખસેડાયાં છે. હાલ તે બેશુધ્ધ અવસ્થામાં સારવાર હેઠળ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મહેશ આહીર અંજાર વિધાનસભા બેઠકના કોંગ્રેસના યુવા અને અગ્રણી નેતા છે. મહેશભાઈ ગત વિધાનસભા ચૂટણીમાં અંજાર બેઠકના દાવેદારો પૈકીના એક મજબૂત દાવેદાર ગણાતા હતા.
સ્ટર્લિગ હોસ્પિટલના ડૉક્ટર રાજેશ કેવરીયાએ આ અંગે બનાવની રાત્રે અંજાર પોલીસને જાણ કરતાં પોલીસ MLC દાખલ કરી હતી. બનાવ અંગે અંજારના પીઆઈ એચ.એલ. રાઠોડનો સંપર્ક કરતાં ઘટના અંગે પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો જાહેર કરી હતી. બીજી તરફ, મહેશ આહીરના ભાઈ અને અંજાર શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલાં રવિ આહીરે બનાવને દુઃખદ ગણાવી હાલ મહેશભાઈની તબિયત સ્ટેબલ હોવાનું જણાવી તે ઝડપથી સાજા થઈ જાય તે માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. મહેશ આહીરે આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે વિવિધ પ્રકારની અટકળો-અફવાઓ ચાલી રહી છે. અલબત્ત, પોલીસે પ્રાથમિક તપાસ જ ના કરી હોઈ સત્તાવાર વિગતો સાંપડી નથી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code