patan loksbha bharat dabhi
File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતની ચાર લોકસભા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર કરવા નીકળી પડ્યા છે. વહેલી સવારથી મોડી રાત્રી સુધી અલગ-અલગ રૂટ ઉપર બેઠકો સભાઓ ભજવી રહ્યા છે. જોકે બન્ને પાર્ટીના ઉમેદવારોને અલગ અલગ મુદ્દાની બીક હોવાથી પ્રચારમાં ઉલ્લેખ કરતા નથી.ઉત્તર ગુજરાતની કેટલીક સમસ્યાઓ હજુ સુધી ઉકેલી શકાઈ નથી કે ઉકેલ આવે તેવું દેખાતું નથી. જેથી ભાજપના ઉમેદવારો તેનો ઉલ્લેખ થવા સામે ડરી રહ્યા છે. સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા, કચેરીઓમાં ભ્રષ્ટાચાર, ભેળસેળ, મોંઘુ શિક્ષણ અને બેરોજગારી જેવા મુદ્દા ભૂલથી પણ છંછેડવામાં આવતા નથી.

જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને ભાજપના મુદ્દાઓ પ્રિય લાગે પરંતુ તાજેતરમાં મોદી સરકારે ઊભી કરી ઉત્તેજના સામે જવાબ નથી. આ સાથે અગાઉ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ઉપર લાગેલા આક્ષેપો, કોઈ કારણસર શાસનમાં ઘટાડો અને કોંગ્રેસ છોડી ભાજપમાં જતાં હોવા સહિતના મુદ્દાઓ જનતામાંથી પણ ઉભા ન થાય તેની કાળજી રાખી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code