આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

ઠાકોરસેનાના આગેવાનોની અપેક્ષા સંતોષવા ત્રણેય ધારાસભ્યો દિલ્હી જઈ આવ્યા: સંગઠનમાં ફેરફાર થઈ શકે.

છેલ્લા કેટલાય મહિનાઓથી ઠાકોરસેનાના આગેવાનો કોંગ્રેસ સંગઠનમાં ગોઠવાઈ જવાની ગણતરી રાખી રહ્યા હતા. જોકે તાજેતરની કોંગ્રેસની યાદીમાં ખાસ મહત્વ નહિ મળતાં નજરઅંદાજ કરવામાં આવ્યા હોવાનું જાહેર કરતા રાજકીય ચહલપહલ તેજ બની છે. સેનાના આગેવાનોએ અલ્પેશ, ભરત અને ધવલ ઉપર દબાણ લાવી કોઈપણ સંજોગોમાં આવું નહીં ચાલે તેવું જણાવ્યું હતું. આથી ત્રણેય ધારાસભ્યો તાત્કાલિક અસરથી દિલ્હી જઈ કોંગ્રેસ આલાકમાનને મળી ઘટતુ કરવા કહી આવ્યાં છે.

કોંગ્રેસ સંગઠનની નવી યાદી અને લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારી વચ્ચે ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ઠાકોરસેનાના આગેવાનોને કોંગ્રેસે નવા સંગઠનમાં નજર અંદાજ કરવામાં આવ્યા સહિતના કેટલાક મુદ્દે છેલ્લા દસ દિવસથી દોડધામ વધી ગઇ છે. ઠાકોરસેનાના આગેવાનો બેઠકો કરી અંદરોઅંદર નારાજગી બતાવી રહ્યા છે. આથી નારાજ આગેવાનોએ ભેગા મળી અલ્પેશ ઠાકોર, ભરત ઠાકોર અને ધવલ ઝાલા સહિતના ત્રણેય ધારાસભ્યોને વાત રજૂ કરી રસ્તો કાઢવા દબાણ વધારી દીધું છે. આ દરમિયાન ત્રણેય ધારાસભ્યોએ પ્રદેશ કોંગ્રેસ સહિત સંબંધિત આગેવાનોને સંગઠનમાં ઠાકોરસેનાને મહત્વ આપવા કહ્યું હતું. જોકે વાતમાં જમાવટ નહીં આવતા સેનાનુ દબાણ અને કોંગ્રેસની મર્યાદા વચ્ચે બીજો વિકલ્પ વિચારતા અને નિર્ણય લેતા અગાઉ ત્રણેય ધારાસભ્યો દિલ્હી દોડી ગયા હતા. જે કોંગ્રેસ સમક્ષ ઠાકોરસેનાની રજૂઆત સાથે હૈયાવરાળ ઠાલવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે ત્રણ ધારાસભ્યો અવાર-નવાર દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ જતા હોઈ ગુજરાત કોંગ્રેસ અને અલ્પેશ ઠાકોર વચ્ચે તાલમેલ ન હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

23 Oct 2020, 2:38 AM (GMT)

COVID-19 Global Stats

42,133,698 Total Cases
1,144,595 Death Cases
31,249,112 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code