મહેસાણા: એ.જે પટેલ બન્યા કોંગ્રેસના ઉમેદવાર, ભાજપ હજુ મુંઝવણમાં
મહેસાણા: એ.જે પટેલ બન્યા કોંગ્રેસના ઉમેદવાર, ભાજપ હજુ મુંઝવણમાં

અટલ સમાચાર, મહેસાણા

ભારે ઉત્તેજના અને કશ્મકશની વચ્ચે મહેસાણા લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થઇ ગયા છે. કોંગ્રેસે પાટીદાર આગેવાન એ.જે પટેલને સોમવારે મોડી રાત્રે ટીકીટ આપી જ્યારે ભાજપમાં હજુ પણ મુંઝવણ અને ગુંચવણ સ્પષ્ટ થતી નથી.

ઉત્તર ગુજરાતના રાજકીય એપી સેન્ટર મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવાર સામે આવ્યા છે. પાટીદાર અને ઠાકોર દાવેદાર વચ્ચે કોંગ્રેસે પૂર્વ ઉદ્યોગ કમિશનર એ.જે પટેલ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતાંની સાથે ભાજપમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવા ભાજપને જાણે પરસેવો છૂટી રહ્યો છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, એ.જે પટેલ પાટીદારોના સૌથી મોટા 84 સમાજના આગેવાન છે. આ સાથે વિવિધ ટ્રસ્ટ અને સહકારી ક્ષેત્રમાં સેવા આપી ચૂક્યા છે.

સૌથી મહત્વની વાત એ છે કે,‌ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારે પોતાના ગામ દેલવાડાના એ.જે પટેલને ટિકીટ અપાવવા કરેલી મહેનત પણ ફળી છે.