આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ(રામજી રાયગોર)

લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રોજ નવા સમીકરણો રચાતા હોય છે. ગાંધીનગરમાં કોંગ્રેસની જન સંપર્ક યાત્રા પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે.
બનાસકાંઠાની કાંકરેજ તાલુકા પંચાયતના ડેલીગેટો મંગળવારે કોંગ્રેસને અલવિદા કહી કેસરિયો ખેસ ધારણ કરી લેતા બનાસકાંઠાનું વાતાવરણ ગરમાયુ છે. મહત્વનું છે કે કાંકરેજના સિદ્ધરાજસિંહ (ખારિયા), પ્રતાપજી (કંથેરિયા), રઘુભાઈ (ચાંગા),સુંડાજી (ખીમાંણા), લખીરામ (શિરવાડા) કેશભાઈ (કુંવારવા) રમતુજી (કંબોઈ(2)) સહિત અંદાજે પાંચ હજાર કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયાનો દાવો કરાઇ રહયો છે.

કાંકરેજના ભાજપી ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાના હસ્તે મંગળવારે ૭ ડેલીગેટો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કરતા બનાસકાંઠા કોંગ્રેસને ભારે ઝટકો પડયો છે.
મહત્વનું છે કે, લોકસભા પહેલા અને ખાસ કરીને ગાંધીનગરના અડાલજ સ્થિત કોંગ્રેસની જન સંપર્ક યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવવાના છે ત્યારે કાંકરેજ કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા બનાસકાંઠા કોંગ્રેસમાં ચિંતાનું મોજુ઼ ફરી વળયુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code