કોંગ્રેસના દિગ્ગ્જ નેતા પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપી ભાજપે રાજકીય દાવ ખેલ્યો !

અટલ સમાચાર,ડેસ્ક ર૬ જાન્યુઆરીએ એકસાથે ત્રણ લોકોને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ર૬ જાન્યુઆરીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, સમાજસેવી નાનાજી દેશમુખને મરણોપરાંત તથા ગાયક ભૂપેન હરાઝારિકાને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યા હતા. આ પહેલાં આગળના વર્ષે અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવિયાને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. પ્રણવ મુખર્જી 50 વર્ષોથી રાજનીતિમાં
 
કોંગ્રેસના દિગ્ગ્જ નેતા પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપી ભાજપે રાજકીય દાવ ખેલ્યો !

અટલ સમાચાર,ડેસ્ક 

ર૬ જાન્યુઆરીએ એકસાથે ત્રણ લોકોને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ર૬ જાન્યુઆરીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, સમાજસેવી નાનાજી દેશમુખને મરણોપરાંત તથા ગાયક ભૂપેન હરાઝારિકાને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યા હતા. આ પહેલાં આગળના વર્ષે અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવિયાને ભારત રત્ન આપવામાં આવ્યો હતો.

પ્રણવ મુખર્જી 50 વર્ષોથી રાજનીતિમાં

લગભગ પાંચ દાયકા સુધી દેશની રાજનીતિમાં સક્રિય રહેલા પ્રણવ મુખર્જી ભારતના તેરમા રાષ્ટ્રપતિ રહ્યા હતા તેઓ જુલાઈ 1969માં પ્રથમ વાર રાજ્યસભામાં ચૂંટાઈને આવ્યા હતા. જે બાદ તેઓ 1975, 1981, 1993 અને 1999માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેઓ 980 થી 1985 સુધી રાજ્યમાં વિધાનસભાના નેતા પણ રહ્યા હતા. મુખર્જી મે 2004માં લોકસભામાં ચૂંટાઈને આવ્યા હતા ત્યારથી તેઓ એ સદનના નેતા હતા. ફેબ્રુઆરી 1973માં પહેલીવાર તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ મુખર્જીએ લગભગ ચાલીસ વર્ષમાં કૉંગ્રેસની અથવા તેના નેતૃત્વવાળી સરકારોમાં મંત્રી પદ સંભાળ્યું હતું. 2004થી 2014 સુધી યૂપીએ સરકારમાં પ્રણવ મુખર્જી કેન્દ્ર સરકાર અને કૉંગ્રેસ પાર્ટીમાં સંકટમોચક તરીકે કામ કરતા હતા. જે બાદ તેઓ પાંચ વર્ષ સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યા હતા.

ભૂપેન હઝારિકાનું યોગદાન

ભૂપેન હઝારિકા ગાયક અને સંગીતકાર હોવાની સાથે સાથે એક કવિ, ફિલ્મ નિર્માતા, લેખક અને આસામની સંસ્કૃતિ અને સંગીતના એક સારા જાણકાર હતા.તેમનું નિધન પાંચ નવેમ્બર 2011ના રોજ થયું હતું.પોતાની મૂળ ભાષા આસામી સિવાય ભૂપેન હઝારિકાએ હિંદી, બંગાલી સહિત અન્ય ભારતીય ભાષાઓમાં પણ ગીતો ગાયાં હતાં. તેમણે ફિલ્મ ‘ગાંધી ટુ હિટલર’માં મહાત્મા ગાંધીનું પસંદગીનું ભજન ‘વૈષ્ણવજન તો’ ગાયું હતું. હઝારિકાને અનેક પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડનો સમાવેશ થાય છે.

કોણ હતા નાનાજી દેશમુખ

11 ઑક્ટબર, 1916માં મહારાષ્ટ્રના હિંગોળી ગામમાં જન્મેલા નાનાજી દેશમુખ મૂળ સમાજસેવી રહ્યા. આ દરમિયાન તેમનું જોડાણ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને ભારતીય જનસંઘ સાથે પણ રહ્યું હતું. 1980માં સક્રિય રાજનીતિમાંથી તેમણે સંન્યાસ લઈ લીધો પરંતુ દીનદયાળ શોધ સંસ્થાનની સ્થાપના કરીને સમાજસેવા સાતે જોડાયેલા રહ્યા. અટલ બિહારી વાજપેયી સરકારે 1999માં તેમને રાજ્યસભાના સભ્ય બનાવ્યા અને એ જ વર્ષે તેમને સમાજસેવા માટે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 95 વર્ષની ઉંમરે નાનાજી દેશમુખનું નિધન 27 ફેબ્રુઆરી, 2010માં ચિત્રકુટમાં થયું હતું.

આ વર્ષે કુલ 112 લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. જેમાં પદ્મવિભૂષણ-4, પદ્મભૂષણ-14 અને 94 લોકોને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ક્યા ગુજરાતીઓને મળ્યા પદ્મ પુરસ્કાર

આર્ટ અને પેઇન્ટિંગના ક્ષેત્રમાં યોગદાન બદલ જ્યોતિ ભટ્ટને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં છે. સામાજીક કાર્ય-વિકલાંગની સેવા માટે મુક્તાબહેન પંકજકુમાર ડાગલીને પદ્મ શ્રી આપવામાં આવ્યો છે. આર્ટ અને લોકકળાના ક્ષેત્રમાં જોરાવરસિંહ જાદવના યોગદાને સન્માનતા પદ્મ શ્રી એનાયત કરાયો છે. આર્ટ અને પેઇન્ટિંગના ક્ષેત્રમાં અબ્દુલ ગફાર ખત્રીને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રમાં યોગદાન બદલ વલ્લભાઈ વસરામભાઈને પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો છે. આર્કિટેક્ચર ક્ષેત્રમાં યોગદાન બદલ બિમલ પટેલને પદ્મ શ્રીથી સન્માનવામાં આવ્યા છે. આ સાથે નગીનદાસ સંઘવીને સાહિત્ય અને પત્રકારક્ષેત્રે પદ્મશ્રી અને અનિલ નાઈકને પણ પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા છે.