હડીયોલ ગામે કોંગ્રેસની ખાટલા બેઠક યોજાઈ

અટલ સમાચાર, મહેસાણા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સુચનાથી એ.આઈ.સી.સી.ના સેક્રેટરી જિતેન્દ્ર બધેલ તથા સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મણિભાઇ એમ. પટેલ, પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, હિમ્મતનગર વિધાનસભાના ઉમેદવાર કમલેશ પટેલ દ્વારા હડિયોલ ગામ ખાતે ખાટલા પરિષદનુ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત સભ્ય હર્ષદ પટેલના ઘરે યોજાયેલ ખાટલા બેઠકમાં મોટી સંખ્યામાં
 
હડીયોલ ગામે કોંગ્રેસની ખાટલા બેઠક યોજાઈ

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સુચનાથી એ.આઈ.સી.સી.ના સેક્રેટરી જિતેન્દ્ર બધેલ તથા સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મણિભાઇ એમ. પટેલ, પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, હિમ્મતનગર વિધાનસભાના ઉમેદવાર કમલેશ પટેલ દ્વારા હડિયોલ ગામ ખાતે ખાટલા પરિષદનુ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત સભ્ય હર્ષદ પટેલના ઘરે યોજાયેલ ખાટલા બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વડીલો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગામના વડીલો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.