Rahul Ghandhi
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અમદાવાદ, મહેસાણા

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ચુંટણીના ડાંકલા વગાડી દીધા છે. ગુજરાતમાં જીત મેળવવા માટે 43 સભ્યોની જુદી જુદી કમિટી તૈયાર કરી દીધી છે. જેમાં મોટાભાગના નારાજ સભ્યોની બાદબાકી કરાઈ છે. કોંગ્રેસની આ સમિતિઓમાં સંકલન કમિટી, પ્રદેશ ઈલેક્શન કમિટી, ચૂંટણી ઢંઢેરા કમિટી, કેમ્પેઈન કમિટી, પબ્લિસીટી કમિટી, મીડિયા કમિટી,  મેનેજમેન્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મંજૂરી બાદ મંગળવારે આ સમિતિની જાહેરાત કરાઈ હતી.

રાજીવ સાતવ કો-ઓર્ડીનેશન સમિતિના ચેરમેન

rajiv satav36 સભ્યોની કોઓર્ડિનેશન સમિતિમાં રાજીવ સાતવને ચેરમેન બનાવાયા છે. જ્યારે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, અલ્પેશ ઠાકોર, અમિત ચાવડા, અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓનો પણ  સમાવેશ કરવામાં આવ્યો છે.

કયા દિગ્ગજોને કેવી જવાબદારી સોંપાઈ

સિદ્ધાર્થ પટેલ – ચેરમેન, અલ્પેશ ઠાકોર- કન્વિનરની જવાબદારી સંભાળશે.

પ્રદેશ ચૂંટણી સમિતિ

28 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, અહેમદ પટેલ, અલ્પેશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો છે.

પબ્લિસીટી કમિટી

27 સભ્યોની પબ્લિસીટી સમિતિમાં તુષાર ચૌધરી – ચેરમેન
રોહન ગુપ્તા-કન્વીનર રાજુ પરમાર, હેમાંગ વસાવડા, ચેતન રાવલ, મિહીર શાહ, નિશિથ વ્યાસ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો છે.

મીડિયા કોઓર્ડિનેશન કમિટીમાં આમનો સમાવેશ

15 સભ્યોની મીડિયા કો-ઓર્ડિનેશન કમિટીમાં નરેશ રાવલ ચેરમેન, અમીબેન યાજ્ઞિક કન્વીનર તરીકે નિમાયા છે. જ્યારે સભ્યો તરીકે મનીષ દોશી, હિમાંશુ વ્યાસ, લલિત વસોયા, જયરાજસિંહ પરમાર, જગત શુક્લ, નરેન્દ્ર રાવત સહિતના નેતાઓનો સમાવેશ કરાયો છે.

ચુંટણી કમિટી

ચુંટણી કમિટીમાં અર્જુન મોઢવાડિયા – ચેરમેન,  મધ્ય ગુજરાતના નેતા મૌલિન વૈષ્ણવ- કન્વીનર,  આ કમિટીમાં ડો.જીતુ પટેલ, અલ્પેશ ઠાકોર, બાલુ પટેલ,  ડો.વિજય દવે, કુલદીપ શર્મા, ચેતન રાવલનો સમાવેશ કરાયો છે.

ઉત્તર ગુજરાતના કયા દિગ્ગજોને સ્થાન મળ્યું

નરેશ રાવલ, જગદિશ ઠાકોર, અલ્પેશ ઠાકોર, સાગર રાયકા, અલકા ક્ષત્રિય, મધુસુદન મિસ્ત્રીને ચુંટણી ઈલેક્શનની વિવિધ કમિટીઓમાં જવાબદારી સોંપાઈ છે.

27 Sep 2020, 2:57 AM (GMT)

COVID-19 Global Stats

33,055,036 Total Cases
998,721 Death Cases
24,406,122 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code