આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને પાઠ ભણાવવા કોંગ્રેસ મક્કમ છે અને પેટાચૂંટણી માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રાધનપુર અને બાયડ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જિલ્લા પ્રમુખ અને પ્રભારીને આદેશ આપ્યા છે. આ બંને બેઠકો માટે ઉમેદવારની પસંદગી માટે મંતવ્યો મગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થાનિક હોદ્દેદારોએ એકજૂથ થઇ અને બળવાખોરોને પાઠ ભણાવવા નિર્દેશ આપ્યા છે.

આગામી સમયમાં બંને પેટા ચૂંટણીને લઇ તાલુકા પ્રમુખ અને હોદ્દેદારો સાથે બેઠક યોજાશે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણી બાદ પાર્ટીમાંથી રાજીનામાં આપેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહની વિધાનસભાની બેઠકને લઇને તૈયારીઓ ચાલુ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આમ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહની બેઠક ફરી જીતવા માટે પ્રયત્નો શરૂ કરી દીધાં છે.

ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગ કર્યું હતું. બંને નેતાઓએ રાજીનામું આપ્યાં બાદ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. બંને નેતાઓએ કહ્યું હતું કે તેમને પૂરતુ સન્માન મળ્યુ નથી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code