ઉ.ગુજરાતના સરેરાશ બે લાખ કોંગ્રેસી આગેવાનો અડાલજ જવાની તૈયારીમાં

અટલ સમાચાર, મહેસાણા મંગળવારે અમદાવાદના અડાલજ ખાતે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક છે. જેમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાંથી સરેરાશ 2 લાખ કોંગ્રેસી આગેવાનો તૈયારી કરી રહ્યા છે. જેમાં કેટલાક પ્રમુખ-ઉપપ્રમુખો સીધા રાહુલ ગાંધી સાથે રૂબરૂ થવા મથી રહ્યા છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઇ પ્રદેશથી જિલ્લા પ્રમુખ તડામાર તૈયારી કરી રહ્યા છે. જિલ્લા
 
ઉ.ગુજરાતના સરેરાશ બે લાખ કોંગ્રેસી આગેવાનો અડાલજ જવાની તૈયારીમાં

અટલ સમાચાર, મહેસાણા

મંગળવારે અમદાવાદના અડાલજ ખાતે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક છે. જેમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાંથી સરેરાશ 2 લાખ કોંગ્રેસી આગેવાનો તૈયારી કરી રહ્યા છે. જેમાં કેટલાક પ્રમુખ-ઉપપ્રમુખો સીધા રાહુલ ગાંધી સાથે રૂબરૂ થવા મથી રહ્યા છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઇ પ્રદેશથી જિલ્લા પ્રમુખ તડામાર તૈયારી કરી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસના આગેવાનોને અગાઉની બેઠકમાં અપાયેલ ટાર્ગેટની સામે 12માર્ચની બેઠકમાં ઘટાડો અપાયો છે. ખેડૂતોને સીઝન સાથે વેપારીઓને ખરીદ-વેચાણ છતાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી 2લાખથી વધુ કોંગ્રેસી આગેવાનો બેઠકમાં જઈ શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ રાજ્યમાં કોંગ્રેસની પ્રથમ CWC યોજાઈ રહી હોવાથી ઉત્સાહ ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં શહેર અને વિવિધ સેલના પ્રમુખ રાહુલ અને પ્રિયંકા ગાંધીને રૂબરૂ મળવા લોબિંગ ગોઠવી રહ્યા છે. કેટલાક આગેવાનો કોંગ્રેસમાં પોતાની નિષ્ઠા અને પ્રજાના પ્રશ્નો ઉઠાવતા હોવા સહિતનું જણાવવા નથી રહ્યા છે.