આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ પૂર્વ ઉત્તર પ્રદેશની કમાન સંભાળ્યા બાદ લખનઉમાં પોતાનો પહેલો મેગા રોડ શો કરી રહ્યા છે. લખનઉ એરપોર્ટથી પ્રિયંકાનો રોડ શો શરૂ થઈ ગયો છે. પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ બબ્બર પણ રોડ શોમાં જોડાયા છે.

પ્રિયંકાને જોઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવી ગયો છે. પ્રિયંકાની હાથ હલાવીને લોકોનું અભિવાદન કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ ફૂલ-માળાઓથી પ્રિયંકાનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રિયંકાએ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારને ઝેરી દારૂ મામલે કડક પગલાં લેવાની સલાહ આપી હતી. આ દરમિયાન તેણે પોતાના પાર્ટીના કાર્યકરો માટે એક ઓડિયો સંદેશ જાહેર કર્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code